Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

હવે ત્રીજા તબક્કાનો બુસ્ટર ડોઝ આવશે રિયલ એસ્ટેટને રાહત- નવી સ્ક્રેપ પોલીસી

નવી દિલ્હી તા. ૩ : કેન્દ્ર સરકાર ત્રીજા તબક્કાના રાહત પેકેજની જાહેરાત ટુંક સમયમાં કરી શકે છે. સરકાર આ વખતે અર્થ વ્યવસ્થા માટે મહત્વપુર્ણ ગણાતા રિયલ એસ્ટેટ સેકટરને મજબૂત બનાવવાની સાથે નવી સ્ક્રેપ પોલીસી અંગે પણ મોટી જાહેરાત કરી શકે છે.

એક થી બે અઠવાડીયામાં નાણાં મંત્રાલય આવી જાહેરાત કરવાની રણનીતી પર કામ કરી રહ્યુ છે, જેનાથી અર્થ વ્યવસ્થામાં સુધારા માટેની કારગત વ્યવસ્થા થાય  અને રોજગારની તકો પણ વધે. સુત્રોએ જણાવ્યુ છે કે એક થી બે અઠવાડીયામાં અર્થ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી રિયલ એસ્ટેટ સેકટર માટે ખાસ જાહેરાત થઇ શકે છે.

સરકાર આવાસ ક્ષેત્રમાં લોનની ઉપલબ્ધતાને વધારે ઝડપથી વધારવા અને રસ્તા ઘર બનાવનાર બિલ્ડરોને કરમાં રાહતની જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રીયલ એસ્ટેટ સેકટર સાથે સિમેન્ટ, પરિવહન સહિત લગભગ ૨૦૦ ઉદ્યોગો જોડાયેલ છે. અને તેની હાલતમાં સુધારાથી અર્થ વ્યવસ્થામાં મોટા ફેરફાર જોવા મળશે. સરકારે રાહતના પહેલા તબક્કામાં ઓટો ઈન્ડસ્ટ્રીને મુડી ઉપલબ્ધ કરાવવા માટે નોન બેંકીંગ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા લોનની વ્યવસ્થા પહેલાથી જ કરી દીધી છે. હવે ઈન્ડસ્ટ્રીઝ કહે છે કે સરકારના પગલાથી તેને મદદ તો મળી શકે છે. પણ હજુ પણ તે ગ્રાહકોને મોટી છુટછાટ આપવા સસ્તી ઓફરો નથી આપી શકતી. આજ કારણો ગાડીઓનું વેચાણ રિવર્સ ગીયરમાં ચાલી રહ્યુ છે. હવે તેમની માંગણી છે કે સરકાર ગાડીઓ જીએસટી ૨૮ ટકાને બદલે ૧૮ ટકા કરી આપે નાણા પ્રધાન સીતારમણે સંકેતો આપ્યા છે કે જીએસટી પરિષદ આગામી બેઠકમાં વાહનો પર જીએસટી ઘટાડવાની માંગણી પર વિચાર કરશે.

(11:28 am IST)