Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

હવે દુશ્મનોની ખેર નથીઃ અપાચે હેલીકોપ્ટર આર્મીમાં સામેલ

ભારતને કુલ ૨૨ આવા અદ્યતન હેલીકોપ્ટર મળવાના છેઃ હેલીફાયર અને સ્ટ્રીંગર મિસાઈલો લાગેલી છે

નવી દિલ્હી, તા. ૩ :. આજે ભારતીય વાયુદળમાં અપાચે હેલીકોપ્ટર સામેલ થઈ રહ્યુ છે. આ સાથે વાયુદળની તાકાતમાં વધારો થયો છે અને હવે દુશ્મનોની ખેર નથી. આજે પઠાનકોટ એરબેઝ પર આ હેલીકોપ્ટર સામેલ થયુ છે. ભારતને કુલ ૨૨ અપાચે હેલીકોપ્ટર મળવાના છે. હાલ ૮ આ હેલીકોપ્ટર સામેલ થશે.

ભારતીય વાયુદળ હવે વધુ તાકાતવર બન્યુ છે. આજે વાયુદળના વડા એર ચીફ માર્શલ ધનોવા પઠાણકોટ એરબેઝ પર ૮ અપાચે હેલીકોપ્ટરને સામેલ કરી રહ્યા છે. આ એ જ પઠાણકોટ એરબેઝ છે જ્યાં ૨૦૧૬માં પાકિસ્તાનથી આવેલા ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો.

અત્રે નોંધનીય છે કે ૬૦ ફુટ ઉંચા અને ૫૦ ફુટ પહોળા અપાચે હેલીકોપ્ટરને ઉડાડવા માટે બે હેલીકોપ્ટર જરૂરી છે. આ હેલીકોપ્ટરની પાંખને ચલાવવા માટે બે એન્જીન હોય છે અને તેથી તેની ઝડપ પણ વધુ રહેશે.

બે શીટર આ હેલીકોપ્ટરમાં હેલીફાયર અને સ્ટ્રીંગર મિસાઈલો લાગેલી છે. તેમા એક સેન્સર પણ છે જેને કારણે આ હેલીકોપ્ટર રાતમાં પણ ઓપરેશન કરી શકે છે.

આ હેલીકોપ્ટરની વધુમાં વધુ સ્પીડ ૨૮૦ કિ.મી.ની ઝડપ છે. અપાચે હેલીકોપ્ટરની ડીઝાઈન એવી છે કે તેને રડાર પર ઉતારવુ મુશ્કેલ છે.

અમેરિકામાં બનેલ આ અપાચે હેલીકોપ્ટર વિશ્વની સૌથી મોટા એડવાન્સ મલ્ટી કોમ્બેકટ હેલીકોપ્ટર છે. ભારત અને અમેરિકા વચ્ચે સપ્ટેમ્બર ૨૦૧૫માં એક મોટી ડીલ થઈ હતી જે હેઠળ ભારતને આવા ૨૨ હેલીકોપ્ટર મળવાના છે.

(10:07 am IST)