Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

દેશભરમાં જન્માષ્મીની ધામધૂમથી ઉજવણી : વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ પાઠવી શુભકામનાઓ

નવી દિલ્હી :આજે સમગ્ર દેશમાં જન્માષ્મી ધૂમધામથી મનાવવામાં આવી રહી છે. ઠેર ઠેર દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યુ છે. સમગ્ર દેશ વાસુદેવનંદનની ભક્તિમાં ગળાડૂબ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આ અવસર પર દેશવાસીઓને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી છે. મોદીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસર પર બધાને હાર્દિક શુભકામનાઓ. જય શ્રીકૃષ્ણ.

(2:12 pm IST)