Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

કર્ણાટકમાં પાલિકા ચૂંટણીની મતગણતરી ચાલુ :ભાજપને પછાડીને કોંગ્રેસ નીકળી આગળ :જેડીએસ પણ આપી રહી છે ટક્કર

બેંગ્લુરુ ;કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીવાળી સ્થિતિ સ્થાનિક પાલિકાની ચૂંટણીમાં પણ બની છે ત્રણેય પાર્ટી કોંગ્રેસ,ભાજપ અને જેડીએસ વચ્ચે જોરદાર ટક્કર જામી છે કર્ણાટકમાં 31મી ઓગસ્ટ ચૂંટણીનું મતદાન થયું હતું મળતા અહેવાલ મુજબ અત્યારસુધીમાં 2664 સીટોમાંથી 1312 સીટોનું પરિણામ જાહેર થયું છે જેમાં કોંગ્રેસને 846,ભાજપને 788 અને જેડીએસને 307 સીટો અને અપક્ષને 277 સીટો મળી છે હાસન જિલ્લામાં 31 વોર્ડમાંથી 6 ઉપર જેડીએસનો વિજય થયો છે

    હાલમાં 29થી વધુ નગરપાલિકામાં ફેલાયેલ 2592 વોર્ડ,53 કસ્બાની નગરપાલિકાઓ,23 નગર પંચાયતો અને ત્રણ નગરનિગમના 135 વોર્ડમાં થયેલ ચૂંટણીમાં 8340 ઉમેદવારોનો ફેંસલોઃ આવશે શહેરી ચૂટણીંમાં કોંગ્રેસને 2306,ભાજપને 2203 અને જેડીએસને 1397 ઉમેદવાર મેદાનમાં હતા

(1:23 pm IST)