Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

પેટ્રોલ-ડીઝલના ભાવમાં કમરતોડ વધારો યથાવત :સતત દસમા દિવસે ભાવ વધ્યા :પેટ્રોલમાં લિટરે 31 પૈસા અને ડીઝલમાં 29 પૈસાનો લિટરે વધારો ઝીક્યો

નવી દિલ્હી :પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 10માં દિવસે વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 31 પૈસા અને ડીઝલની કિંમતમાં 29 પૈસાનો વધારો નોંધાયો છે.

   દિલ્હીમાં પેટ્રોલની કિંમત 79.18 પૈસા ત્યારે ડીઝલની કિંમત 71.5 પૈસા છે.  દિલ્હી બાદ મુંબઈમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમા વધારો થયો છે. 

  મુંબઈમાં પેટ્રોલની કિંમતે 87 રૂપિયા પ્રતિ લીટરની સપાટી વટાવી છે.  મુંબઈમા ડીઝલની કિંમત 75.54 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ પહોંચી છે

  પેટ્રોલ ડીઝલની વધતી કિંમતના કારણે સરકાર વિપક્ષના નિશાને આવી છે. મોંઘવારીનો માર સહન કરતી દેશની જનતા હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો માર સહન કરી રહી છે.

(12:32 pm IST)