Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ઉગ્રવાદના આરોપ હેઠળ કાશ્મીરી પત્રકારને પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર લેવાયો

શ્રીનગર તા.૬: શનિવારે શ્રીનગર કોર્ટે કાશ્મીર ખીણમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં કથિત સંડોવણી બદલ અઠવાડિયાની પોલીસ કસ્ટડીમાં રહેલા પત્રકારનો રિમાન્ડ આપ્યો હતો. જો કે પરિવારે સખ્ત રીતે આ આક્ષેપો નકારી કાઢયા છે. શ્રીનગરથી પ્રકાશિત થતી માસિક સામાયિક 'કશ્મીર નેરેટર' ના સહાયક તંત્રી તરીકે કામ કરી રહેલા આસીફ સુલ્તાનની શ્રીનગરના બતામાલુ વિસ્તારમાં આવેલા તેના ઘરથી ધરપકડ કરવામાં આવી હતી. શનિવારે તેને શ્રીનગરના ચીફ જયુડીશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રિમાન્ડ માટે હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે આસિફ સુલતાનનો રિમાન્ડ મંજુર કર્યો હતો પરંતુ પત્રકાર અને તેનો પરિવાર બધા આરોપોને નકારે છે. પરિવારનો આક્ષેપ છે કે આસીફની છ દિવસથી ગેરકાયદેસર રીતે અટકાયત કરવામાં આવી છે. આસીફના પિતા મોહમ્મદ સુલતાને કહયું હતું કે પોલીસે ૨૭ ઓગસ્ટની રાત્રીએ મારા પુત્રની ધરપકડ કરી હતી. તેઓએ તેના વિરૂદ્ધ કોઇ કેસ દાખલ કર્યો નથી. અને તેની ગેરકાયદેસર રીતે અટકાયત કરવામાં આવી છે. પોલીસે મને કહયું હતું કે, જામીનના કાગળો પર હસ્તાક્ષર કરવા કોઇ સાક્ષી લઇ આવો. પોલીસના કહયા મુજબ મેં મારા ભાઇ મેહરાજુદ્દીનને સાક્ષી તરીકે બોલાવવાનું નક્કી કયુંંર્. જયારે તે પોલીસ સ્ટેશન આવ્યો અને બંનેએ દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા જેમાં લખવામાં આવ્યું હતું કે આસીફને તેના પિતાને સોંપી દેવામાં આવ્યો છે. પરંતુ ત્યારબાદ પોલીસે અમને શનિવારે ફરીથી આવવાનું કહયું. તેને છોડી મુકવાને બદલે પોલીસે ખોટા આરોપો હેઠળ તેને પકડી લીધો.(૧.૨૩)

(12:23 pm IST)