Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ઉત્તરપ્રદેશમાં મેઘ કહેરઃ ૨૪ કલાકમાં ૧૮ના મોત

બે ડઝન જિલ્લામાં પૂરની સ્થિતિઃ ભારે વરસાદથી અનેક જિલ્લાઓ જળ બંબાકારઃ ગોંડા, બારાબંકી, સીતાપુરા,ફૈઝાબાદ, અયોધ્યા વગેરે જિલ્લાઓમાં ભારે પૂરથી તબાહીઃ ભારે વરસાદની સાથે વીજળી પડવાની ઘટનાએ અનેક લોકોના જીવ લીધા

લખનૌ તા.૩: ઉત્તરપ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદના પરિણામ સ્વરૂપે પુરની સ્થિતિ સર્જાઇ ગઇ છે. કેટલાક જિલ્લાઓમાં પુરનો ખતરો તોળાઇ રહ્યો છે. રાજ્યમાં હાલત કફોડી બની રહી છે. કેરળ બાદ હવે ઉત્તરપ્રદેશમાં હાલત કફોડી બનેલી છે. ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની સાથે સાથે ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. મોનસુનના પરિણામ સ્વરૂપે દેશના કેટલાક ભાગોમાં પુર જેવી સ્થિતિ સર્જાયેલી છે. ઉત્તરપ્રદેશમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયું છે. છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ અને વિજળી પડવા સંબંધિત ઘટનાઓમાં ૧૮ થી વધુ લોકોના મોત થઇ ગયા છે.(૨.૧)

 

(12:21 pm IST)