Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર બિહારની બેગુસરાઇ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારને લોકસભાની ચૂંટણી દરમિયાન બિહારની બેગુસરાઈ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવે તેવી શક્યતા છે.

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, મૂળ બેગુસરાઈના કુમારે ચૂંટણી લડવા માટેની તૈયારી દાખવી છે.

તેમણે કહ્યું, "જો મારી પાર્ટી (કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા) મને બેગુસરાઈની બેઠક પરથી ઉમેદવાર બનાવે અને મહાગઠબંધનના સભ્યો મને ટેકો આપે તો મને કોઈ વાંધો નથી."

કુમારે ઉમેર્યું હતું કે આ અંગે 'પાર્ટી કે મહાગઠબંધન' સ્તરે કોઈ ચર્ચા નથી થઈ. પરંતુ કુમારને કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ તથા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો ટેકો મળે તેવી શક્યતા છે.

 

(9:47 am IST)