Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

‘આયુષ્માન ભારત’ની સૌપ્રથમ લાભાર્થી બની હરિયાણાની મૌસમી :કરનાલની હોસ્પિટલમાં નવજાત બાળકીને આપ્યો જન્મ

નવી દિલ્હી :કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી સ્વાસ્થ્ય યોજનાઆયુષ્માન ભારતની સત્તાવાર જાહેરાતના બે દિવસ બાદ હરિયાણાના કરનાલ જિલ્લામાં રહેતી મૌસમી યોજનાની પ્રથમ લાભાર્થી બની છે. હરિયાણા સરકારે આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ મૌસમીની સારવાર કરનાર હોસ્પિટલને 31 ઓગષ્ટે નવ હજાર રૂપિયાની ચૂકવણી કરી છે

મૌસમીએ કરનાલના એક સરકારી હોસ્પિટલમાં નવજાત બાળકીને જન્મ આપ્યો હતો.

   હરિયાણા સરકારના પ્રવક્તા મુજબ, કરનાલ જિલ્લાના ધિસારપુરી ગામમાં રહેતી મૌસમી યોજનાની પ્રથમ લાભાર્થી બની છે. 17 ઓગષ્ટે મૌસમીએ ઓપરેશન દ્વારા એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીનો જન્મ કલ્પના ચાવલા મેડિકલ કૉલેજમાં થયો હતો.

(8:54 pm IST)