Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

કોલકાતાના હરિદેવપુરમાં 14 નવજાતોના કંકાલ મળતા ખળભળાટ: ખાલી પ્લોટની સફાઈ વેળાએ મળ્યા કંકાલ

કોલકત્તાના હરિદેવપુર વિસ્તારમાં એક ખાલી પ્લોટમાંથી 14 નવજાત બાળકોના કંકાલ મળતા ખળભળાટ મચી ગયો છે પોલીસ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે. 

  મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હરિદેવપુરમાં એક ખાલી પ્લોટની રવિવારે સફાઇ કરવામાં આવી રહી હતી. ત્યારે સફાઇ કર્મચારીને ત્યાંથી 14 નવજાત બાળકોના કંકાલ મળ્યા હતા તેમણે આ વિશે અધિકારીઓને જાણ કરી હતી. જાણકારી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી છે. હાલમાં આ વિશે વધુ જાણકારી મળી નથી પરંતુ પોલીસ તે જાણકારી મેળવવામાં લાગી છે કે આ કોઈ ગેંગનું કામ તો નથી. 

(8:05 pm IST)