Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

૨૦૧૭-૧૮માં મોરિશિયસ વતી સૌથી વધારે મૂડીરોકાણ

દેશમાં ૨૦૧૭-૧૮માં ૨૬૫૨ અબજનું એફડીઆઈ : જુદા જુદા ક્ષેત્રોમાં જંગી નાણાં વિદેશી દેશો દ્વારા રોકવામાં આવ્યા : કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં એફડીઆઈમાં ઘટાડો નોંધાયો

નવી દિલ્હી, તા. ૫ : દેશમાં સૌથી વધારે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ) કરવાના મામલામાં મોરિશિયસ ટોપ ઉપર છે. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં દેશને આશરે ૨૬૫૨ અબજ રૂપિયા એફડીઆઈ તરીકે મળ્યા છે. આ પહેલા નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭માં આ આંકડો ૨૫૭૮ અબજ રૂપિયાનો હતો. ભારતીય રિઝર્વ બેંકના આંકડા મુજબ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કરનાર દેશોમાં મોરિશિયસ બાદ સિંગાપોર બીજા સ્થાને છે. વર્ષ ૨૦૧૭-૧૮માં મોરિશિયસ પાસેથી આશરે ૯૫૨ અબજ રૂપિયા અને સિંગાપોર પાસેથી ૬૫૮ અબજ રૂપિયાનું વિદેશી રોકાણ મળ્યું છે. આ પહેલાના નાણાંકીય વર્ષમાં આ આંકડો ક્રમશઃ ૯૪૯ અબજ રૂપિયા અને ૪૬૨ અબજ રૂપિયા હતો. બીજી બાજુ નેધરલેન્ડ પાસેથી કરવામાં આવતા રોકાણના આંકડામાં ઘટાડો થયો છે. ૨૦૧૭-૧૮માં આ રકમ ૧૮૫ અબજ રૂપિયાની રહી છે જ્યારે ૨૦૧૬-૧૭માં આ આંકડો ૨૨૯ અબજ રૂપિયાનો હતો. માર્ચમાં પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧ના પ્રારંભિક આંકડા મુજબ ડિસઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રમાં એફડીઆઈમાં ઘટાડો થયો છે. આ આંકડો ૫૦૧ અબજ રૂપિયાનો રહ્યો છે. જ્યારે ૨૦૬-૧૭માં આ આંકડો ૮૫૦ અબજ રૂપિયાનો રહ્યો હતો. જો કે, દૂરસંચાર સેવાઓમાં એફડીઆઈનો આંકડો વધ્યો છે. આ ક્ષેત્રમાં ૨૦૭-૧૮માં એફડીઆઈ મૂડીરોકાણનો આંકડો ૬૨૪ અબજ રૂપિયાનો રહ્યો છે જે ૨૦૧૬-૧૭માં ૪૧૧ અબજ રૂપિયાનો રહ્યો હતો. આવી જ રીતે રિટેલ અને હોલસેલ ક્ષેત્રમાં એફડીઆઈ રોકાણનો આંકડો આશરે ૩૧૭ અબજ રૂપિયા રહ્યો છે જે ૨૦૧૬-૧૭માં  ૧૯૬ અબજ રૂપિયા રહ્યો હતો. સમીક્ષા હેઠળના ગાળામાં નાણાંકીય ક્ષેત્રમાં એફડીઆઈ રોકાણનો આંકડો ૨૮૮ અબજ રૂપિયાનો રહ્યો છે જે ૨૦૧૬-૧૭માં આશરે ૨૬૪ અબજ રૂપિયાનો રહ્યો હતો. આ સંબંધમાં એસોચેમનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૭-૧૮માં મળેલા ૨૬૫૨ અબજ રૂપિયાના એફડીઆઈ પૈકી ૫૦ ટકાથી વધારાનો હિસ્સો આ ક્ષેત્રોનો રહ્યો છે. અર્થ વ્યવસ્થાના નવા ક્ષેત્રોમાં રોકાણને લઇને દુનિયાના દેશોને રસ રહ્યો છે. આમા ઇ-કોમર્સ, નાણાંકીય ટેકનોલોજીનો સમાવેશ થાય છે. વિદેશી મૂડીરોકાણનો આંકડો અવિરત પણે વધી રહ્યો છે. ખાસ કરીને અમુક ક્ષેત્રોમાં રોકાણ વધ્યું છે. કન્સ્ટ્રક્શનમાં એફડીઆઈનો આંકડો ઘટ્યો છે. જો કે, સંચાર સેવાઓ, રિટેલ અને હોલસેલ ક્ષેત્ર, ફાઈનાન્સિયલ સર્વિસમાં રોકાણમાં વધારો થયો છે.

જંગી નાણાં રોકનાર....

મોરિશિયસ પ્રથમ સ્થાન પર રહ્યું છે

નવીદિલ્હી, તા.૨ : દેશમાં સૌથી વધારે પ્રત્યક્ષ મૂડીરોકાણ કરવાના મામલામાં મોરિશિયસ સૌથી આગળ રહ્યું છે. વર્ષ ૨૦૧૭-૧૮માં દેશમાં ૨૬૫૨ અબજ રૂપિયાનું એફડીઆઈ મળ્યું છે જે ૨૦૧૬-૧૭માં જે આંકડો હતો તેની સરખામણીમાં ખુબ વધારે રહ્યો છે. આ સ્થિતિ દેશમાં રોકાણને લઇને સાનુકુળ માહોલને રજૂ કરે છે. મોદી સરકાર આ તમામ આંકડાઓને લઇને સંબંધિત ચૂંટણીઓમાં મેદાનમાં ઉતરી શકે છે. વિદેશી રોકાણના મામલામાં ભારતમાં મોરિશિયસ દ્વારા સૌથી વધુ રોકાણ કરવામાં આવ્યું છે. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં કયા દેશે કેટલું પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કર્યું છે તે નીચે મુજબ છે.

દેશ............................ એફડીઆઈ (અબજ રૂપિયામાં)

મોરિશિયસ.................................................... ૯૫૨

સિંગાપોર....................................................... ૬૫૮

નેધરલેન્ડ...................................................... ૧૮૫

(12:00 am IST)