Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

નોર્વેના પ્રધાનને ગર્લફ્રેન્ડ સાથે રજા મનાવવાનું ભારે પડ્યું :પદ પરથી આપવું પડ્યું રાજીનામુ

58 વર્ષના પીર સેન્ડબર્ગ ઈરાનની પૂર્વ બ્યૂટી ક્વીન બાહરેહ લેતંસની સાથે રજા પર હતાં:. વડાપ્રધાન કાર્યાલયને પણ જણાવ્યુ નહતું

નોર્વેના એક પ્રધાનને ઈરાનની ગર્લફ્રેન્ડ સાથે રજા મનાવવાનું ભારે પડ્યુ છે અને તેમણે પોતાના પદ પરથી રાજીનામુ આપવું પડ્યું છે ગત જુલાઈમાં 58 વર્ષના પીર સેન્ડબર્ગ ઈરાનની પૂર્વ બ્યૂટી ક્વીન બાહરેહ લેતંસની સાથે રજા પર હતાં. પોતાની ઈરાન યાત્રા અંગે તેમણે વડાપ્રધાન કાર્યાલયને પણ જણાવ્યુ નહતું તેથી તેમણે પ્રધાનપદ પરથી રાજીનામુ આપવુ પડ્યું.

  નોર્વેના પ્રધાને સ્વીકાર કર્યો કે આ અંગે તેમણે વડાપ્રધાન કાર્યાલયને જણાવ્યુ નહોતુ અને સાથે પોતાના કાર્યાલયના કામ માટે ઉપયોગ કરતા ફોન પણ લઈ ગયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે નોર્વેની ઈન્ટેલિજન્સ એજન્સી ઈરાનને સુરક્ષા કારણોસર ખૂબ જ સંવેદનશીલ દેશ મનાય છે. ચીન અને રશિયાની સાથે નિકટતાને કારણે પણ નોર્વે માટે ઈરાન મહત્વનો દેશ છે. પ્રધાનની ઈરાન યાત્રાની માહિતી નોર્વેવાસીઓ માટે અનઅપેક્ષિત ખબર છે, કારણકે પ્રધાન પાસેથી આવા પ્રકારની સુરક્ષા ચૂકની આશા કોઈને નહતી.

(7:00 pm IST)