Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

'અકિલા'ના એક્ઝિક્યુટિવ એડિટર નિમિષભાઇ ગણાત્રા અને દેશના ટોચના સહકારી આગેવાન દિલિપભાઈ સંઘાણીનું થશે 'વલ્લ્ભધામ હવેલી''માં સન્માન

સૌરાષ્ટ્ર સમાજ ઓફ અમેરીકા, ગુજરાતી સમાજ ઓફ કનેકટીકટ, ''વલ્લભધામ'' હવેલી BAPS સ્વામી નારાયણ મંદિર હાર્ટફોર્ડ, ઇન્ડિયા એશોસીએશન, કડવા પાટીદાર સમાજ ઓફ અમેરીકા (KPSNA) સહિતની અનેક સંસ્થાઓ દ્વારા મંગળવારે સન્માન સમારોહ યોજાશે

કનેકટીકટ, (U.S.A.):સમગ્ર ભારતમાં ટોચના સહકારી આગેવાન તથા ભાજપના રાષ્ટ્રીય નેતા શ્રી દિલીપભાઇ સંઘાણી તથા અકિલા દૈનિકના એકઝીકયુટીવ ડીરેકટર શ્રી નિમીષભાઇ ગણાત્રા અમેરીકાનાં ટુંકા પ્રવાસે પધાર્યા છે.

આ બંન્ને મહાનુભાવોનો તા. ૪ સપ્ટેબર મંગળવારના રોજ સાંજના પ વાગ્યે '' વલ્લભધામ'' હવેલી ખાતે સન્માન સમારોહ યોજાયેલ છે.

સૌરાષ્ટ્ર સમાજ ઓફ અમેરીકા, ગુજરાતી સમાજ ઓફ કનેકટીકટ, ''વલ્લભધામ'' હવેલી BAPS સ્વામી નારાયણ  મંદિર હાર્ટફોર્ડ, ઇન્ડિયા એશોસીએશન, કડવા પાટીદાર સમાજ ઓફ અમેરીકા (KPSNA) સહિતની અનેક સંસ્થાઓના ઉપક્રમે આ સન્માન સમારોહનુ આયોજન થયું છે.

કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ભાસ્કરભાઇ સુરેજા, ભીમાભાઇ મોઢવાડીયા, રાજીવ દેસાઇ, સંજય કાલાવડીયા, પૂણિર્મા શાહ, દિનેશ વાછાણી, દિપેન ડેડાણિયા, ડો. ધીરૃભાઇ ત્રાંબડીયા સહિત આગેવાનો જહેમત કરી રહયા છે.

(5:26 pm IST)