Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

હિન્દુ યુવા વાહિની સંગઠનનો સંપૂર્ણ રીતે ભંગ કરાયો : તમામ કારોબારી એકમોની નવેસરથી રચના કરાશે !

મુખ્યમંત્રી યોજીએ જ સંગઠનની કરી હતી રચના: આદિત્યનાથ હિન્દુ યુવા વાહિની સંગઠનને સંપૂર્ણ રીતે ખતમ કરવાની વાત સામે આવી

લખનૌ તા.03 : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હિન્દુ યુવા વાહિની સંગઠનને સંપૂર્ણ રીતે ખતમ કરવા અંગેની વાત સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, આ સંગઠનનો પાયો યોગી આદિત્યનાથે વર્ષ 2002માં નાખ્યો હતો. હિંદુ વાહિનીના આ ફેરબદલ પાછળ સંગઠનમાં નવી યોજનાનો હોવાનું કહેવાય રહ્યું છે.

માહિતી અનુસાર, સંગઠનની પ્રદેશ કારોબારી સહિત તમામ એકમો ભંગ કરી નાખવામાં આવ્યા છે. દરમિયાન પ્રદેશ પ્રભારી રાઘવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, શક્ય તેટલી વહેલી તકે તમામ કારોબારી એકમોની નવેસરથી રચના કરવામાં આવશે. તેના કારણે જ આ એકમો ભંગ કરવામાં આવ્યા છે.

લોકસભા-2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વાંચલથી પશ્ચિમ યુપી સુધી સંગઠન નવા કાર્યકર્તાઓની ટીમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હિન્દુ યુવા વાહિનીના વડા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે, જ્યાં આ સંગઠનનો પાયો યોગી આદિત્યનાથે વર્ષ 2002માં નાખ્યો હતો. આ કારણે 2022માં યુપીની વિધાનસભાની ચૂંટણીમાં આ સંગઠને ભાજપ સાથે ખભે ખભા મિલાવીને કેન્ડિડેટના સમર્થનમાં પ્રચાર કર્યો હતો.

મહત્વનું છે કે, વર્ષ 2004, 2009 અને 2014માં સીએમ યોગી આદિત્યનાથના લોકસભા ચૂંટણી પ્રચારમાં હિન્દુ યુવા વાહિનીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે જ યુપીના તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં તમામ સમુદાયો સાથે કાર્યક્રમો યોજીને હિન્દુ યુવા વાહિનીએ રાજ્યમાં હિન્દુત્વની છાપ છોડી હતી. સાથે જ ગત ચૂંટણીમાં હિંદુ વાહિનીએ મોટી ભૂમિકા ભજવી હતી. જો કે હવે યુવા વાહિની આગામી 2024ની લોકસભા ચૂંટણી માટે ફરી એકવાર નવો પ્લાન બનાવવા પર વિચાર કરી રહી છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઉત્તર પ્રદેશમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી, જ્યાં ગોરખપુરના સાંસદ યોગી આદિત્યનાથને ભાજપની નવી જવાબદારી સોંપી હતી, જ્યાં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદ માટે ચૂંટાયા હતા. આ સમય દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળતાની સાથે જ છેલ્લા પાંચ વર્ષમાં હિન્દુ યુવા વાહિનીએ સમાજના ગરીબ વર્ગો માટે રાશનકાર્ડ, કોવિડ-19 નિવારણ જેવા સામાજિક કાર્યો માટે જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. સાથે જ તેમણે રાજ્યના વિકાસની કલ્યાણકારી યોજના પર મહત્વની જવાબદારી નિભાવી હતી.

(11:08 pm IST)