Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

બોડી બિલ્ડર હલ્કનું 55માં જન્મદિવસે અવસાન ! : હલ્ક જેવા બનવા માટે દરરોજ લેતો ખતરનાક ઇન્જેક્શન

ઈન્જેક્શનથી બિલ્ડરની બાઈસેપ્સ વધીને 23 ઈંચ થઈ : ડોક્ટરે ઈન્જેક્શન અંગે ચેતવણી આપી છતાં બિલ્ડરે તે અવગણતા અંતે દુખ:દ નિધન થયું

નવી દિલ્લી તા.03 : બ્રાઝિલના બોડી બિલ્ડરને બાઇસેપ્સનો ગજબનો શોખ હતો. આ શોખ પૂરો કરવા તેણે જીવણે જોખમે મૂક્યું હતું અને અંતે તેણી આ જ ખોટી આદતણે કારણે તેણે તેના જન્મદિવસ પર પોતાનો જીવ ગુમાવ્યો હતો. પોતાના બાઇસેપ્સનું કદ 23 ઈચ જાળવી રાખવા માટે ઓઈલના ઈન્જેશન લેતો હતો.

બ્રાઝિલના બોડી બિલ્ડર વાલ્ડિર સેગાટોએ માર્વેલ કોમિક્સના પાત્ર હલ્ક જેવા બનવા માટે દરરોજ ઘણા ખતરનાક ઇન્જેક્શન લીધા. આ ઈન્જેક્શનથી તેની બાઈસેપ્સ વધીને 23 ઈંચ થઈ ગઈ. વાલ્ડિર તેના શરીર અને હૃદયરોગના હુમલાના જોખમ માટે તમામ આરોગ્ય ચેતવણીઓને અવગણી. તેણે કહ્યું કે હલ્ક તેની પ્રેરણા છે. તે ટીકટોક અને ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો શેર કરતો હતો. તેણે એકવાર કહ્યું હતું કે તેની આસપાસના લોકો તેને રાક્ષસ કહે છે, જે તેને ગમ્યું.

જ્યારે વાલ્ડિર સેગાટો 49 વર્ષનો હતો, ત્યારે તેમને ડૉક્ટરોએ ચેતવણી આપી હતી. ડૉક્ટરોએ કહ્યું હતું કે તેના ખતરનાક સપ્લિમેન્ટ્સ તેના શરીરને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ સેગાટો, તેના શરીરને વધારવા માંગતો હતો, તેણે તબીબી સલાહની અવગણના કરી અને ઇન્જેક્શન લેવાનું ચાલુ રાખ્યું. 2016 માં, સેગાટોએ કહ્યું કે લોકો તેને હલ્ક અને હે મેન કહે છે જે તેને પસંદ છે. તેણે તેના બાઈસેપનું કદ બમણું કર્યું અને કહ્યું કે તે તેને વધુ વધારવા માંગે છે.

બ્રાઝિલના મીડિયા અનુસાર, સેગાટોના લાખો ફોલોઅર્સ હતા, પરંતુ જ્યારે તેનો અંતિમ સમય આવ્યો ત્યારે થોડા મિત્રો અને પરિવારના સભ્યો સિવાય કોઈ તેની સાથે નહોતું. રાત્રે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જ્યારે તેણે તેના એક પાડોશીની મદદ લીધી. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેને આ પ્રકારની સમસ્યા પહેલા પણ થઈ હતી. પડોશીઓએ વિચાર્યું કે તેઓએ તેને હોસ્પિટલમાં લઈ જઈને બચાવી લીધો, પરંતુ 26 જુલાઈએ તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

(11:07 pm IST)