Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ગનનું લાઈસન્સ મળ્યા બાદ સલમાન ખાને ખરીદી 1.5 કરોડની બુલેટપૂફ કાર : જાનથી મારી નાખવાની ધમકી મળતા થયા સતર્ક !

સલમાન ખાને લગભગ 1.50 કરોડની ટોયોટા લેન્ડ ક્રુઝર કાર ખરીદી : સલમાનની બુલેટપ્રૂફ લેન્ડ ક્રુઝરમાં મુંબઈ એરપોર્ટ પહોંચી

મુંબઈ તા.03 : બોલિવૂડ સ્ટાર સલમાન ખાન ચાહકોમાં ઘણો જ લોકપ્રિય છે. સલમાન ખાનના ચાહકોમાં બાળકોથી લઈ વૃદ્ધો સામેલ છે. સલમાન ખાન હાલમાં ફિલ્મ 'ગોડફાધર' તથા 'કભી ઈદ તથા કભી દિવાલી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત એવી પણ ચર્ચા છે કે 'બિગ બોસ'નું પણ શૂટિંગ શરૂ કરશે. હાલમાં જ સલમાન ખાન એરપોર્ટ પર પોતાની બુલેટપ્રૂફ ગાડી સાથે પહેલી જ વાર જોવા મળ્યો હતો.

બોલિવૂડ સ્ટાર સલમાન ખાને જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે તેની સુરક્ષા વધારી દીધી છે.બંદૂકનું લાઇસન્સ મેળવ્યા પછી, અભિનેતાએ હવે પોતાના માટે બુલેટપ્રૂફ કાર ખરીદી છે. સલમાન અને તેની સુરક્ષા ટીમ સોમવારે સાંજે બુલેટપ્રૂફ લેન્ડ ક્રુઝરમાં મુંબઈ એરપોર્ટ પહોંચી હતી.

સલમાન ખાનને ગયા મહિના મુંબઈના પોલીસ કમિશ્નર વિવેક ફણસાલકર સાથે મુલાકાત કરી હતી. જ્યાર બાદ તેને હથિયારોનું લાયસન્સ મળ્યું હતું. તેણે હાલમાં જ મળેલા ધમકી ભરેલા લેટર્સ બાદ તેણે સુરક્ષા માટે અરજી કરી હતી.

હેન્ડસમ, ટ્રુ એક્ટર, ફેન્ટાસ્ટિક જેવી કોમેન્ટ્સ સિવાય ઘણા ફેન્સે તેના સ્વેગ વિશે પણ કોમેન્ટ કરી હતી. એકે લખ્યું, લવ યુ ભાઈજાન. એક સોશિયલ મીડિયા યુઝરે પણ સલમાનની સ્ટાઈલની પ્રશંસા કરી હતી. તેણે લોકડાઉનમાં બેંક ખાતામાં 25 કરોડનું દાન કર્યું હતું. લોકોએ આના પર ઘણી કમેન્ટ્સ કરી છે.

કાર સેલિંગ વેબસાઈટ Carwale.com અનુસાર સલમાન ખાનની નવી કાર ટોયોટા લેન્ડ ક્રુઝર છે. જેની કિંમત લગભગ 1.50 કરોડ છે. જ્યારે કાર પ્રોડક્શનથી બહાર છે. તે ‘ટોયોટાની બુલેટ-પ્રૂફ રિલાયબિલિટી’ સાથે આવે છે. જેમ કે વેબસાઇટ પર રિપોર્ટ કરવામાં આવ્યો છે. કેટલાક પાપારાઝી એકાઉન્ટ્સ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સલમાન કારમાંથી બહાર નીકળતો જોવા મળે છે અને તેનો બોડીગાર્ડ શેરા તેની નજીક ઉભો છે.તેમની સાથે કેટલાક અન્ય બોડીગાર્ડ પણ છે. પીચ શર્ટ અને બ્લેક ડેનિમથી અભિનેતાએ પોતાને સ્ટાઇલિશ લુક આપ્યો હતો. ફેન્સે ટિપ્પણી વિભાગમાં તેની કાર અને તેના સ્વેગ બંનેની પ્રશંસા કરી.

(11:07 pm IST)