Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ભારતના સ્ટાર સ્ક્વોશ ખેલાડી સૌરવ ઘોષાલએ ઈતિહાસ રચ્યો :મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

CWG ના ઇતિહાસમાં સિંગલ મેડલ જીતનાર ભારતનો પ્રથમ સ્ક્વોશ ખેલાડી બન્યો ;સૌરવ ઘોસાલે બ્રોન્ઝ મેડલની મેચમાં યજમાન ઈંગ્લેન્ડના ખેલાડીને 3-0 થી હરાવ્યો

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના સ્ટાર સ્ક્વોશ ખેલાડી સૌરવ ઘોષાલએ ઈતિહાસ રચી દીધો છે. ભારતના સૌથી અનુભવી ખેલાડીઓમાંના એક સૌરવ ઘોસાલે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 માં મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ રીતે તે CWG ના ઇતિહાસમાં સિંગલ મેડલ જીતનાર ભારતનો પ્રથમ સ્ક્વોશ ખેલાડી બન્યો છે. સૌરવ ઘોસાલે બ્રોન્ઝ મેડલની મેચમાં યજમાન ઈંગ્લેન્ડના ખેલાડીને 3-0 થી હરાવ્યો હતો

(11:05 pm IST)