Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

' આઝાદીકા અમૃત મહોત્સવ ' : ભારતીય વિદ્યા ભવન યુ.એસ.એ. ન્યુયોર્ક મુકામે આવતીકાલ 4 ઓગસ્ટ 2022 ગુરુવારના રોજ થનારી ઉજવણી : નોનપ્રોફિટ પ્રોજેક્ટ ECHO ફાઉન્ડર ડો.સંજીવ અરોરા સાથે મીટ એન્ડ ગ્રીટ નો લહાવો : કાર્યક્રમ બાદ ડિનરની વ્યવસ્થા

ન્યુયોર્ક : ભારતીય વિદ્યા ભવન યુ.એસ.એ.(રોમાન્ટી ઓડિટોરિયમ) 305 , 7 મો એવ .ન્યુયોર્ક મુકામે ભારતીય વિદ્યા ભવન ,કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ન્યુયોર્ક ,તથા ટી.વી.એશિયાના સંયુક્ત ઉપક્રમે આવતીકાલ 4 ઓગસ્ટ 2022 ગુરુવારના રોજ સાંજે 7 કલાકે  ' આઝાદીકા અમૃત મહોત્સવ ' ઉજવાશે. જે અંતર્ગત નોનપ્રોફિટ પ્રોજેક્ટ  ECHO ફાઉન્ડર ડો.સંજીવ અરોરા સાથે મીટ એન્ડ ગ્રીટ નો લહાવો લઇ શકાશે.

ECHO પ્રોજેક્ટ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા તથા વંચિત લોકોના જીવનમાં સુધારો લાવવા ત્યાં વસવાટ કરતા પ્રેક્ટીશ્નર્સ તથા પ્રોફેશ્નલ્સના સશક્તિકરણ માટેનો છે જે વિશ્વ વ્યાપ્ત છે.તેમજ ભારતમાં તે વિશાળ વ્યાપ ધરાવે છે.

પ્રોગ્રામના સ્પોન્સર્સ તરીકે શ્રીમતી રોઝમાર્ક ,પદ્મશ્રી એચ.આર.શાહ ,ડોક્ટર્સ રોશનીબેન તથા નવીન મેહતા ,શ્રીમતી તૃપ્તિ તથા શ્રી કેન્ની દેસાઈ , હરિશ્ચંદ્ર મિસ્ત્રી એન્ડ વિજયદેવ મિસ્ત્રી ફાઉન્ડેશન તથા બોર્ડ મેમ્બર્સ છે.

રજીસ્ટ્રેશન શ્રી મિનેષ પટેલ 732 -485 -3001 ,શ્રી સુધીર વૈષ્નવ 212 -989 -8383 ,અથવા bhavanus@hotmail.com ,અથવા Info@tvasiausa.com દ્વારા કરાવી શકાશે
પ્રોગ્રામ બાદ ડિનરની વ્યવસ્થા કરવામાં આવી છે.

નોંધ : અગાઉથી નોટિસ આપ્યા વિના પ્રોગ્રામ રદ થઇ શકે છે.તેવું ભવનની યાદી જણાવે છે.

(8:24 pm IST)