Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

૫જી સ્પ્રેક્ટ્રમના પ્રથમ હપ્તા પેટે ડોટને ૧૩,૫૦૦ કરોડ મળશે

5Gના સ્પ્રેક્ટ્રમની હરાજીથી સરકાર માલામાલઃરિલાયન્સ જિયોનો સ્પેક્ટ્રમની ખરીદીના પેમેન્ટના પ્રથમ હપ્તામાં ૭,૮૩૮ કરોડ, એરટેલ ૩,૮૩૪ કરોડ ચૂકવશે

નવી દિલ્હી, તા.૩ :- ટેલિકોમ વિભાગ તાજેતરમાં પૂર્ણ થયેલી ફાઇવ-જી સ્પેક્ટ્રમની હરાજીમાં ખરીદેલા સ્પેક્ટ્રમ માટેના પેમેન્ટના પ્રથમ હપ્તાના ભાગરૃપે ટેલિકોમ પાસેથી આગામી ૧૦ દિવસમાં આશરે રૃ. ૧૩,૫૦૦ કરોડ મેળવશે.

ટેલિકોમ વિભાગની પ્રાથમિક ગણતરી મુજબ રિલાયન્સ જિયોનો સ્પેક્ટ્રમની ખરીદીના પેમેન્ટના પ્રથમ હપ્તામાં રૃ. ૭,૮૩૮ કરોડ, ભારતી એરટેલ રૃ. ૩,૮૩૪ કરોડ અને વોડાફોન આઇડિયા રૃ. ૧,૬૭૩ કરોડની ચૂકવણી કરી શકે છે. તો ટેલિકોમ સેક્ટરના નવા ખેલાડી અદાણી ડેટા નેટવર્ક્સ પોતાની બીડની સંપૂર્ણ રૃ. ૨૧૨ કરોડની રકમ ચૂકવે તેવી અપેક્ષા છે.

સોમવારે સમાપ્ત થયેલી ફાઇવ-જી એરવેઝની હરાજીમાં રિલાયન્સ જિયો સૌથી મોટા બિડર તરીકે ઉભરી આવ્યુ છે જેણે સ્પેક્ટ્રમ ખરીદવા માટે રૃ. ૮૮૦૭૮ કરોડનો ખર્ચ કર્યો છે. તો એરટેલે અને વોડાફોન આઇડિયા એ અનુક્રમે રૃ. ૪૩૦૮૪ કરોડ અને રૃ. ૧૮૭૯૯ કરોડના સ્પેક્ટ્રમ ખરીદયા છે.

આ સ્પેક્ટ્રમ ખરીદવા માટે ટેલિકોમ કંપનીઓ પાસે ૨૦ સમાન વાર્ષિક હપ્તામાં ચૂકવણી કરવાનો અથવા વાર્ષિક હપ્તા બાદ મોટુ અપફ્રન્ટ પેમેન્ટ કરવાનો વિકલ્પ છે. 

સોમવારે સમાપ્ત થયેલી સાત દિવસની હરાજીમાં ૫૧,૨૩૬ મેગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમના વેચાણમાંથી સરકારે રૃ. ૧૫૦,૧૭૩ કરોડની આવક મેળવી હતી. આ હરાજીમાં સરકારે કુલ ૭૨,૦૯૮ મેગાહર્ટ્ઝના એરવેવ્સ વેચાણ પર મૂક્યા હતા.

 

(7:36 pm IST)