Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

મમતાની કેબિનેટમાં બાબુલ સુપ્રિયો સહિત ૧૦નો સમાવેશ

મમતાએ પશ્ચિમ બંગાળની કેબિનેટમાં ફેરફાર કર્યાઃમમતા બેનર્જીએ પહેલાં પણ ઇશારો કર્યો હતો કે, તે મંત્રીમંડળમાં થોડા નવા લોકોને સામેલ કરી શકે છે

કોલકાતા, તા.૩: પશ્વિમ બંગાળની સીએમ મમતા બેનર્જીએ પોતાના કેબિનેટમાં ફેરફાર કર્યો છે, જેમાં તેમણે કુલ ૧૦ મંત્રીઓને સ્થાન આપ્યું છે. જેમાં બાબુલ સુપ્રિયોને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે.

મમતા બેનર્જીએ પહેલાં પણ ઇશારો કર્યો હતો કે, તે પોતાના મંત્રીમંડળમાં થોડા નવા લોકોને સામેલ કરી શકે છે.

મમતા બેનર્જીની કેબિનેટમાં આ લોકોને સ્થાનઃ બાબુલ સુપ્રિયો, સ્નેહાશીષ ચક્રવર્તી, પાર્થ ભૌમિકી, ઉદયન ગુહા, પ્રદીપ મજૂમદાર

સ્વતંત્ર સભાર મંત્રી (એમઓએસ) બિપ્લબ રોય ચૌધરી, બીરબાહા હસદા.

રાજ્યમંત્રીઃ તાજમુલ હુસેન, સત્યજીત બર્મન.

(7:35 pm IST)