Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

મ.પ્રમાં ગાયના તસ્કરો સાથેની મારપીટમાં એક તસ્કરનું મોત

ગાયની તસ્કરીમાં મારપીટની ચોંકાવનારી ઘટનાઃ૧૦-૧૨ લોકોના ટોળા દ્વારા ગેરકાયદેસર રીતે ગૌવંશ લઈ જતી ટ્રકને અટકાવી ત્રણ લોકોને માર માર્યો હતો

   નવી દિલ્હી, તા.૩ :-મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લામાં ગાયની તસ્કરી કરતાં સાથે લોકોએ મારપીટ કરતી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ૧૦-૧૨ લોકોના ટોળાએ ટ્રકમાં ગાયનો વંશ લઈ જઈ રહેલા તસ્કરોને માર માર્યો હતો.  આ ઘટના મધ્યપ્રદેશના નર્મદાપુરમ (હોશંગાબાદ) જિલ્લાના બરખાર પાસે બની હતી.જેમાં એક તસ્કરનું મોત થયું હતું. જ્યારે બાકીના બે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લા એસપી ગુરકરણ સિંહે ઘટનાની પુષ્ટિ કરી છે.

આ ઘટનાને લઇને એસપી ગુરકરણ સિંહે જણાવ્યુ કે,ઘટના મંગળવારે રાત્રે લગભગ ૧૨.૩૦ વાગ્યે બની હતી. ૧૦-૧૨ લોકોના ટોળા દ્વારા ગેરકાયદેસર રીતે ગૌવંશ લઈ જતી ટ્રકને અટકાવવામાં આવી હતી. ટોળાએ ટ્રકમાં સવાર ત્રણ લોકોને માર માર્યો જેમાં ત્રણેય મહારાષ્ટ્રના અમરાવતીના રહેવાસી હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ટ્રકમાં ૨ ડઝનથી વધુ પશુઓને ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યા હતા. આ કેસમાં પોલીસે હુમલાના આરોપી વિરુદ્ધ કલમ ૩૦૨ હેઠળ કેસ નોંધ્યો છે. આ સાથે ગેરકાયદેસર ગૌવંશની કલમ પણ લગાવવામાં આવી છે. જ્યારે આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.

 

 

(7:34 pm IST)