Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

સેન્સેક્સનો ૨૧૪, નિફ્ટીનો ૪૨ પોઈન્ટનો સામાન્ય કૂદકો

શેરબજાર સતત છઠ્ઠા દિવસે લીલા નિશાન પર બંધઃથોડા સમય માટે બજારમાં વેચવાલી જોવા મળી હતી

મુંબઈ, તા.૩:- બુધવારે સેન્સેક્સ ૨૧૪ પોઈન્ટ વધ્યો હતો, જ્યારે નિફ્ટી ૪૨ પોઈન્ટની મજબૂતાઈ સાથે બંધ થયો હતો. સેન્સેક્સ ૫૮૧૩૬.૩૬ પોઈન્ટની સપાટીએ ખૂલીને ૫૮,૩૫૦.૫૩ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી ૧૭૩૪૫.૪૫ પોઈન્ટની સપાટીએ ખૂલ્યો હતો અને ૧૭,૩૮૮.૧૫ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

ભારતીય શેરબજાર સતત છઠ્ઠા દિવસે લીલા નિશાન પર બંધ થયું છે. બુધવારે સેન્સેક્સમાં ૨૧૪ પોઈન્ટનો વધારો થયો હતો, જ્યારે નિફ્ટી ૪૨ પોઈન્ટની મજબૂતાઈ સાથે બંધ થયો હતો. સેન્સેક્સ ૫૮૧૩૬.૩૬ પોઈન્ટની સપાટીએ ખૂલીને ૫૮,૩૫૦.૫૩ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી ૧૭૩૪૫.૪૫ પોઈન્ટની સપાટીએ ખૂલ્યો હતો અને ૧૭,૩૮૮.૧૫ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

થોડા સમય માટે બજારમાં વેચવાલી જોવા મળી હતી પરંતુ અંતે તે સુરક્ષિત રીતે બંધ થઈ ગઈ હતી. દરમિયાન, બજારમાં એવા સમાચાર પણ આવ્યા હતા કે ઉબેરે ઝોમેટોમાં તેનો ૭.૮% હિસ્સો વેચી દીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉબરે ઝોમેટોમાં પોતાની ભાગીદારી ૫૦.૪૪ રૃપિયા પ્રતિ શેરના દરે ખરીદીને કરી છે.

(7:33 pm IST)