Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

EDની મોટી કાર્યવાહી : નેશનલ હેરાલ્ડની ઓફિસ સીલ:કોંગ્રેસ મુખ્યાલય બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : રસ્તાઓ પર બેરીકેડિંગ લગાવાયા

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નિવાસસ્થાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી

નવી દિલ્હી :  EDએ નેશનલ હેરાલ્ડની ઓફિસ પર મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ નેશનલ હેરાલ્ડની ઓફિસને સીલ કરી દીધી છે. તેમજ એજન્સીએ પરવાનગી વગર ઓફિસ ખોલવાની ના પાડી દીધી છે. આ સાથે કોંગ્રેસ કાર્યાલયની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ મુખ્યાલય અને ત્યાંથી જતા રસ્તાઓ પર પણ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.

 આ સિવાય રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નિવાસસ્થાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. EDએ નેશનલ હેરાલ્ડ કેસમાં રાજધાની દિલ્હીમાં 12 સ્થળો અને દિલ્હીની બહાર અન્ય સ્થળોએ દરોડા પાડ્યા બાદ મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં કોંગ્રેસના ટોચના નેતાઓ પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે, જેના સંબંધમાં EDએ તાજેતરમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પણ પૂછપરછ કરી હતી.

 

(6:59 pm IST)