Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

કોરોનાના ૧૭,૧૩૫ નવા કેસઃ ૪૭નાં મોત

દેશમાં ૨૦૪.૮૪ લાખથી રસીના ડોઝ અપાયા

નવી દિલ્‍હી, તા.૩: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭,૧૩૫ નવા કેસ નોંધાયા છે, જેમાં ગઈ કાલની તુલનાએ ૨૪.૭ ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૭ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૨૦૪.૮૪ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂકયા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૦,૬૭,૧૪૪ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે.

દેશમાં અત્‍યાર સુધી ૫,૨૬,૪૭૭ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૩૪,૦૩,૬૧૦  લોકો માત આપી ચૂકયા છે. પાછલા ૨૪ કલાકમાં ૧૭,૮૯૭  લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્‍યા ૧,૩૭,૦૫૭એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શકયતા ૦.૩૧ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૪૯ ટકાએ છે, જ્‍યારે મળત્‍યુદર ઘટીને ૧.૧૯ ટકા થયો છે, એમ આરોગ્‍ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૪,૬૪,૯૧૯ લોકોનાં સેમ્‍પલનાં ટેસ્‍ટિંગ થયાં છે. દેશમાં અત્‍યાર સુધી ૮૭.૬૨ કરોડ કોરોનાના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૬.૦૧ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૪.૮૦ ટકા છે.

દેશમાં અત્‍યાર સુધીમાં ૨,૦૪,૮૪,૩૦,૭૩૨ લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૨૩,૪૯,૬૫૧  લોકોને રસી આપવામાં આવી હતી.

(4:18 pm IST)