Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

૫૯૮ ડિસ્‍કો ડાન્‍સરોએ બનાવ્‍યો નવો ગિનેસ વર્લ્‍ડ રેકૉર્ડ

લંડન, તા.૩: ઇંગ્‍લૅન્‍ડમાં એક ફેસ્‍ટિવલના આયોજકોએ ડિસ્‍કો મ્‍યુઝિક પર એકસાથે ડાન્‍સ કરવા માટે ૫૯૮ લોકોને ભેગા કરીને ગિનેસ વર્લ્‍ડ રેકૉર્ડ બનાવ્‍યો હતો. ડોર્સેટના કૅમ્‍પ બેસ્‍ટિવલમાં સૌથી મોટા ડિસ્‍કો ડાન્‍સ માટે ૩૩ ફુટના ડિસ્‍કો બોલમાં એકસરખા કૅપ્‍સ પહેરીને ૫૯૮ લોકોએ ડાન્‍સ કર્યો હતો. એ વખતે ગિનેસ વર્લ્‍ડ રેકૉર્ડના પ્રતિનિધિ પણ ત્‍યાં હાજર હતા. અગાઉનો રેકૉર્ડ ૩૨૪ ડાન્‍સરોનો હતો, જે ૨૦૧૮માં લંડનમાં બન્‍યો હતો. તમામ લોકોને ડાન્‍સ માટે ઑનલાઇન તાલીમ પણ આપવામાં આવી હતી. આ ડાન્‍સ પાછળનો ઉદ્દેશ મેકઆર્થર કૅન્‍સર ટ્રસ્‍ટ માટે નાણાં ભેગાં કરવાનો હતો.

(4:05 pm IST)