Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

પヘમિ બંગાળમાં નશો કરવા માટે કોન્‍ડોમ્‍સનો ઉપયોગ

દુર્ગાપુરના અનેક વિસ્‍તારોમાં છેલ્લા કેટલાક સમયમાં ફલેવર્ડ કોન્‍ડોમ્‍સની ડિમાન્‍ડ ઓચિંતી ખૂબ જ વધી ગઈ

કલકત્તા : પશ્ચિમ બંગાળના દુર્ગાપુરના અનેક વિસ્‍તારમાં છેલ્લા કેટલાક સમયમાં ફલેવર્ડ કોન્‍ડોમ્‍સની ડિમાન્‍ડ ઓચિંતા ખૂબ જ વધી ગઈ છે. જોકે દુર્ગાપુરના સિટી સેન્‍ટર, વિધાનનગર, બેનાચિતી અને મુચિપારા જેવા વિસ્‍તારમાં આ ફલેવર્ડ કોન્‍ડોમ્‍સનો અલગ જ ઉપયોગ થઈ રહ્યો છે. અત્‍યાર સુધી તમે ટૂથપેસ્‍ટ, શાહી, પેટ્રોલ, ખાંસીની દવાએરોસોલ સ્‍પ્રે અને ત્‍યાં સુધી કે હેન્‍ડ સેનિટાઇઝરથી નશા વિશે સાંભળ્‍યું હશે. હવે આ લિસ્‍ટમાં કોન્‍ડોમ્‍સનો પણ ઉમેરો થયો છે.

કોન્‍ડોમ્‍સના વેચાણનું ખરું કારણ બહાર આવતાં દુર્ગાપુરના લોકો ચોંકી ગયા છે. દુર્ગાપુર સબડિવિઝનલ હોસ્‍પિટલના ડોક્‍ટર ધીમાન મંડલે એની તપાસ કરાવવાની માગણી કરી છે.

એવો દાવો કરવામાં આવ્‍યો છે કે કોન્‍ડોમને પાણીમાં પલાળવાથી નશીલો પદાર્થ બને છે. ધીમાન મંડલે કહ્યું હતું કે એ સમજી શકાતું નથી કે કોન્‍ડોમનું લેટેક્‍સ કમ્‍પાઉન્‍ડ પાણીની સાથે કેવી રીતે રિએક્‍ટિવ થાય છે. જોકે કોન્‍ડોમમાં એરોમેટક કમ્‍પાઉન્‍ડ હોય છે, જેના લીધે યુવાનોને નશો થતો હશે.

દુર્ગાપુરના દુકાનકાર સુજોય ચક્રવર્તીએ કહ્યું હતું કે કોન્‍ડોમ ખરીદનારી એક વ્‍યક્‍તિએ મને જણાવ્‍યું હતું કે આખી રાત ગરમ પાણીમાં કોન્‍ડોમ પલાળવાથી નશીલા કમ્‍પાઉન્‍ડમાં મોટા કાર્બનિક અણુઓ ઓર્ગેનિક મોલિક્‍યુલના તૂટવાના કારણે નશો થાય છે. કોન્‍ડોમ ખરીદનારા મોટા ભાગના પુરુષ હોય છે, પરંતુ કેટલીક મહિલાઓ પણ નશો કરવા માટે કોન્‍ડોમ ખરીદે છે.’

(3:59 pm IST)