Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ચૂંટણી જીતવા માટે ચૂંટણી પ્રતીકની જરૂર નથી : શિંદેનું મોટું નિવેદન

 મુંબઈ,તા.૩ : મહારાષ્‍ટ્રના મુખ્‍ય - પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે ૨જી ઑગસ્‍ટના રોજ કહ્યું હતું કે લોકો દ્વારા ચૂંટાવા માટે તેમને ચૂંટણી પ્રતીકની જરૂર નથી. શિદેને કહ્યું, કોણે દગો કર્યો? અમે કે અન્‍ય કોઈ? અમે ફરી એકવાર શિવસેનાનું સ્‍વાભાવિક ગઠબંધન કર્યું અને આ સરકાર લોકોની સરકાર છે. તમને જણાવી દઈએ કે શિવસેના  પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, જેમની ગઠબંધન સરકાર શિંદેના બળવાને પગલે જૂનમાં પડી હતી, તેઓ હવે તેમના સમર્થકોને દેશદ્રોહી અથવા રાષ્‍ટ્રવિરોધી કહીને નિશાન બનાવી રહ્યા છે. એકનાથ શિંદેએ કહ્યું કે, મેં મારા મતવિસ્‍તારમાં ઘણું કામ કર્યું છે. એટલું બધું કે મને લોકો દ્વારા ચૂંટાવા માટે કોઈ ચિホની જરૂર નથી.

 પુણેમાં એક રેલીમાં બોલતા એકનાથ શિંદેએ કહ્યું, સરકાર સત્તામાં આવી અને અમારી પાર્ટીના વડા મુખ્‍યમંત્રી બન્‍યા. અમે બધા કામ પર ઉતરી ગયા. દરમિયાન, લોકો મને મળવા આવતા હતા કારણ કે કેટલાક લોકોને (ઉદ્ધવ ઠાકરે)તેમને મળવાનો સમય ન હતો. અમારા લોકોએ ભોગવવું પડ્‍યું, સરકારમાં જે થઈ રહ્યું હતું તે અસહ્ય હતું. મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રીએ કહ્યું, અમે આ નિર્ણય લીધો કારણ કે, આગામી ચૂંટણીમાં શિવસેના પાસે આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ ધારાસભ્‍યો હશે.

 શિંદેએ ઉદ્ધવ ઠાકરેની તેમના સમર્થકો અને નેતાઓને બેઠકનો સમય ન આપવા બદલ ટીકા કરી હતી. એકનાથ શિંદેએ પૂછયું, બાલાસાહેબ સાથે કામ કરનારા વરિષ્ઠ નેતાઓને પણ વર્ષા બંગલામાંથી પાછા જવું પડયું. આવી સત્તાનો શું ઉપયોગ ?

(1:17 pm IST)