Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

પ્રુડન્‍ટ કોર્પોરેટ એડવાઇઝરી દ્વારા રૂા. ૮૦૯૩ કરોડમાં કાર્વી મ્‍યુ.નું હસ્‍તાંતરણ

કંપનીનો ત્રિમાસિક નફો ૨૫ ટકા વધી ૧૫.૬ કરોડ

મુંબઇ,તા. ૩ : અગ્રણી રિટેલ વેલ્‍થ મેનેજમેન્‍ટ સર્વિસીઝ ગ્રુપ પ્રુડન્‍ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસીઝ લિમિટેડે (પ્રુડન્‍ટ) નાણાંકીય વર્ષ ૨૦૨૩ના પ્રથમ ત્રિમાસિક ગાળાના તંદુરસ્‍ત પરિણામો જાહેર કર્યા છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂ. ૧૫.૬ કરોડનો ચોખ્‍ખો નફો જાહેર કર્યો છે જે વાર્ષિક ધોરણે ૨૫ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ઊંચા ઘસારા તથા નીચી રહેલી અન્‍ય આવકોના પગલે ચોખ્‍ખા નફાની વૃદ્ધિ ઓપરેટિંગ પ્રોફિટ કરતાં ઓછી રહી હતી. મ્‍યુચ્‍યુઅલ ફંડ બિઝનેસમાં ઊંચી એયુએમ વૃદ્ધિ તથા એકંદરે એયુએમમાં ઊંચા ઈક્‍વિટી મિક્‍સના લીધે આવકો ૪૩ ટકા વધીને રૂ. ૧૨૮.૩ કરોડ રહી હતી. માર્કેટ ટુ માર્કેટ સેગમેન્‍ટમાં પ્રતિકારો છતાં ઊંચા કુલ વેચાણો અને કાર્વીના હસ્‍તાંતરણના પગલે ઈક્‍વિટી એયુએમ ૪૩ ટકા વધીને રૂ. ૪૩,૬૧૮ કરોડ રહી હતી. ઓપરેટિંગ પ્રોફિટ વાર્ષિક ધોરણે ૫૪ ટકા વધીને રૂ. ૩૨.૧ કરોડ રહ્યો હતો.

નાણાંકીય પરિણામો અંગે ટિપ્‍પણી કરતાં પ્રુડન્‍ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્‍ટર શ્રી સંજય શાહે જણાવ્‍યું હતું કે આવકો અને નફાકારકતાના મામલે નાણાંકીય વર્ષ ૨૦૨૩નો પહેલો ત્રિમાસિક ગાળો ઉત્‍કૃષ્ટ રહ્યો હતો. ઓર્ગેનિક અને ઈન-ઓર્ગેનિક ગ્રોથ એન્‍જિનની સહાયથી અમે નોંધપાત્ર અને સતત ફ્રી કેશ ફલો જનરેટ કરી શક્‍યા છીએ. નાણાંકીય વર્ષ ૨૦૨૨માં અમે રૂ. ૮,૦૯૩ કરોડમાં કાર્વીના મ્‍યુચ્‍યુઅલ ફંડ એયુએમનું હસ્‍તાંતરણ કર્યું હતું. જુલાઈ, ૨૦૨૨માં અમે આઈફાસ્‍ટ ફાયનાન્‍શિયલ ઈન્‍ડિયા પ્રાઈવેટ લિમિટેડની મ્‍યુચ્‍યુઅલ ફંડ એયુએમ હસ્‍તાંતરણ કરવા ટર્મ શીટ સાઈન કરીને વિસ્‍તરણની કામગીરી આગળ વધારી હતી. 

(10:32 am IST)