Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ઓસ્ટ્રેલિયાએ કોમનવેલ્થ ગેમ્સમાં આજ સુધીમાં ૪૨ ગોલ્ડ સહિત ૧૦૬ મેડલ જીત્યા છે. જ્યારે ભારતને ૫ ગોલ્ડ સહિત કુલ ૧૩ મેડલ મળ્યા છે

બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સનો આજે છઠ્ઠો દિવસ (૩ ઓગસ્ટ) છે. અત્યાર સુધીમાં ૧૨૮ ગોલ્ડ મેડલ જાહેર થયા છે.  ઓસ્ટ્રેલિયાએ આમાંથી ૪૨ ગોલ્ડ મેડલ જીત્યા છે.  હાલમાં આ દેશે કુલ ૧૦૬ મેડલ જીત્યા છે.  મેડલની આ સદી સાથે ઓસ્ટ્રેલિયા મેડલ ટેલીમાં સૌથી આગળ છે.  યજમાન ઈંગ્લેન્ડ અહીં બીજા નંબર પર છે.  ઈંગ્લેન્ડે અત્યાર સુધીમાં ૩૧ ગોલ્ડ સાથે કુલ ૮૬ મેડલ જીત્યા છે.

આ રમતોત્સવમાં કુલ ૭૨ દેશ ભાગ લઈ રહ્યા છે તેમાંથી ૨૯ દેશોને મેડલો મળ્યા છે. ભારતને પાંચ ગોલ્ડ પાંચ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સહિત હજી સુધીમાં ૧૩ જ  મેડલ મળ્યા છે.

(10:32 am IST)