Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

૮૩ વર્ષીય સ્વયંભૂ સંત સ્વામી શ્રદ્ધાનંદ ઉર્ફે મુરલી મનોહર મિશ્રાની જેલ બહાર જીવવા ઈચ્છા જતાવી

પત્નીની હત્યા કેસમાં આરોપી ૨૭ વર્ષથી જેલમાં છે : શ્રદ્ધાનંદે રાષ્ટ્રપતિને પત્ર લખીને મુક્તિની માગ કરી

 

બેંગલુરૃ, તા. : સ્વયંભૂ સંત સ્વામી શ્રદ્ધાનંદ ઉર્ફે મુરલી મનોહર મિશ્રા ૮૩ વર્ષની ઉંમરમાં એમપીના સાગર જિલ્લામાં પત્ની શકીરાને જીવતા દફનાવવાના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. તે પોતાનું બાકીનું જીવન જેલની બહાર જીવવા માંગે છે. જેથી તેણે દલીલ પણ કરી છે કે, જેમાં તેનું વર્તન સારું રહ્યું છે.

જણાવી દઈએ કે, શ્રદ્ધાનંદની પત્ની શકીરા મૈસુર રાજવી પરિવારના પૂર્વ દીવાન સર મિર્ઝા ઈસ્માઈલની પૌત્રી હતી. સૂત્રોએ જણાવ્યું કે, જિલ્લા ન્યાયાધીશ દેવ નારાયણ મિશ્રા રવિવારે સાંજે સાગર સેન્ટ્રલ જેલના નિયમિત નિરીક્ષણ માટે ગયા હતા. દરમિયાન ૨૭ વર્ષથી જેલમાં રહેલા શ્રદ્ધાનંદે રાષ્ટ્રપતિ પાસે માફી માંગવાની માંગ કરી છે.

કેસમાં અગાઉ બેંગ્લોર સેન્ટ્રલ જેલમાં બંધ શ્રદ્ધાનંદને ૨૦૧૧માં તેમની વિનંતી પર તેમના ગૃહ રાજ્યની સાગર સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આટલા વર્ષોમાં શ્રદ્ધાનંદને મળવા માત્ર તેમનો ભાઈ ગયો, જે સાગર યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમણે પણ બે વર્ષ પહેલા છેલ્લી મુલાકાત લીધી હતી.

જેલના અધિક્ષક નાગેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, શ્રદ્ધાનંદે રાષ્ટ્રપતિને પત્ર લખીને સારા આચરણના આધારે મુક્તિની માંગ કરી છે. તેને ૩૮ વૃદ્ધ કેદીઓ સાથે બેરેકમાં રાખવામાં આવ્યો છે. શ્રદ્ધાનંદને સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ છે અને તે મોટાભાગનો સમય શિક્ષણ અને આધ્યાત્મિક પ્રવચનો આપવા માટે વિતાવે છે.

તેમણે કહ્યું કે, શ્રદ્ધાનંદ આધ્યાત્મિક પુસ્તકો અને સમાચાર પત્ર માંગતો રહે છે, જે અમે તેને જેલ મેન્યુઅલ મુજબ પ્રદાન કરીએ છીએ. શકીરા નમાઝી ખલીલીની હત્યાની ઘટના મીડિયામાં લાંબા સમય સુધી સમાચારોમાં રહી. શકીરાએ ભારતીય વિદેશ સેવા અધિકારી અકબર ખલીલીને છૂટાછેડા આપી દીધા અને ૧૯૮૬માં શ્રદ્ધાનંદ ઉર્ફે મુરલી મનોહર મિશ્રા સાથે લગ્ન કર્યા.

શકીરા તે સમયે ૬૦૦ કરોડની સંપત્તિની માલકિન હતી. શકીરાને ચાર દીકરીઓ હોવા છતાં પુત્રની ઈચ્છામાં શ્રદ્ધાનંદ સાથે લગ્ન કર્યા હતા. ૫૦ વર્ષની ઉંમરે તેની દીકરીઓ પણ માતાના લગ્નથી નારાજ હતી. જેથી ત્રણ દીકરીઓએ શકીરા સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. જ્યારે પરિવારના અન્ય સભ્યો પણ શકીરાથી અલગ થઈ ગયા હતા.

શકીરા ખલીલીના રહસ્યમય રીતે ગાયબ થવાના સમાચાર એપ્રિલ-મે ૧૯૯૧માં પ્રકાશમાં આવ્યા હતા. લાંબા સમય સુધી શકીરા વિશે કોઈ માહિતી ના મળતા તેમની પુત્રી સબા ખલીલીએ ૧૦ જૂનના રોજ બેંગલુરુ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની માતા ૧૯ એપ્રિલથી ગુમ છે. ગુમ થવાના દિવસ પહેલા માતા ગોહર નમાઝી શકીરાને છેલ્લી વાર મળ્યા હતા.

ત્રણ વર્ષ સુધી શકીરા વિશે કશું જાણી શકાયું હતું અને પોલીસ કેસ પણ બંધ થવાનો હતો. દરમિયાન એક દારૃડિયા પાસેથી લીડ મળ્યા બાદ પોલીસનું ધ્યાન શ્રદ્ધાનંદ તરફ ગયું.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શ્રદ્ધાનંદે શકીરાને ઝેર ભેળવીને મારી નાખી હતી અને તેને બેંગ્લોરના રિચમંડ રોડ પરના મહેલના પાછળના ભાગમાં જીવતી દાટી દીધી હતી. બધું તેણે મિલકતનો કબજો લેવા માટે કર્યું હતું. તે દિવસોમાં તેની કિંમત ૬૦૦ કરોડ રૃપિયાથી વધુ હતી. દારૃડિયો બીજો કોઈ નહીં પણ શકીરાના મહેલમાં કામ કરતો નોકર હતો.

 ત્યારબાદ શકીરાનો મૃતદેહ કબર ખોદીને બહાર કાઢવામાં આવ્યો હતો અને નોકરોનાં નિવેદનના આધારે ૩૦ એપ્રિલ ૧૯૯૪ના રોજ શ્રદ્ધાનંદની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શ્રદ્ધાનંદે તેના નામે શકીરાની મિલકતોની પાવર ઓફ એટર્ની અને એક વસિયત પોતાને નામે કરાવી હતી અને ત્યારબાદ તેણે તેની હત્યા કરી હતી.

વર્ષ ૨૦૦૦માં ટ્રાયલ કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી અને ૨૦૦૫માં કર્ણાટક હાઈકોર્ટે પણ ફાંસીની સજાને માન્ય રાખી હતી. પછી શ્રદ્ધાનંદે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને વર્ષ ૨૦૦૭માં કેસ ડબલ બેન્ચમાં ગયો. ત્યારબાદ ૨૦૦૮માં સુપ્રીમ કોર્ટે ફાંસીની સજાને આજીવન કારાવાસમાં બદલી.

ત્યારબાદથી શ્રદ્ધાનંદ મિલકત માટે કાનૂની લડાઈ પણ લડી રહ્યો છે. શ્રદ્ધાનંદ ઉર્ફે મુરલી મનોહર મિશ્રાએ રામપુરના નવાબની મિલકતનું ધ્યાન રાખતો હતો. ત્યારે શકીરા ૧૯૮૩માં રામપુર નવાબે બોલાવતા દિલ્હી ગઈ હતી. અહીં તેમની મુલાકાત શ્રદ્ધાનંદ સાથે થઈ. શકીરા તે દિવસોમાં લેન્ડ સીલિંગ કાયદાથી ચિંતિત હતી.

શ્રદ્ધાનંદ બાબતોમાં સારી રીતે વાકેફ હતો. ત્યારબાદ તે શકીરાની મદદથી બેંગ્લોર પહોંચ્યો અને તેની સંપત્તિ જોઈને સ્તબ્ધ થઈ ગયો. પછી શ્રદ્ધાનંદ અને શકીરાની નિકટતા વધવા લાગી. દરમિયાન શ્રદ્ધાનંદને ખબર પડી કે શકીરાને પુત્ર જોઈએ છે. પછી તેણે શકીરાને ફસાવવાનું શરૃ કર્યું અને ૧૯૮૫માં પતિ સાથે છૂટાછેડા લેવડાઈ દીધા અને ૧૯૮૬માં તેની સાથે લગ્ન કર્યા હતા.

(7:36 pm IST)