Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

હરિયાણાના સીએમને ૧૫મીએ ધ્યજ ન લહેરાવવા આતંકીની ધમકી

ખાલિસ્તાન સમર્થક આતંકી ગુરપતવંત સિંહની ધમકી : ગુરપતવંતના નામથી રેકોર્ડ કરવામાં આવેલા ફોન કોલ દ્વારા ધમકી, મુખ્યમંત્રીની પાસે સીધા કોલ આવ્યા નથી

 

ચંદીગઢ, તા. : ખાલિસ્તાન સમર્થક આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ હવે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલને ધમકી આપી. પન્નુએ ૧૫ ઓગસ્ટે ધ્વજ ફરકાવવાની ધમકી આપી છે. ધમકીમાં કહ્યુ કે ૧૫ ઓગસ્ટે સીએમ ધ્વજ ના લહેરાવે અને પોતાના ઘરે રહે. તેમના માટે સારુ રહેશે. ગુરપતવંત સિંહ પન્નુના નામથી રેકોર્ડ કરવામાં આવેલા ફોન કોલ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે.

જોકે મુખ્યમંત્રીની પાસે સીધા કોલ આવ્યા નથી. પંજાબ-હરિયાણા અને હિમાચલ પ્રદેશના લોકોની પાસે ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. અગાઉ પન્નુએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને પણ ૧૫ ઓગસ્ટના દિવસે ધ્વજ ના લહેરાવવાની ધમકી આપી હતી. ગુરપતવંત સિંહ પન્નુ ગયા વર્ષે પણ હરિયાણાને લઈને ઝેર ઓકી ચૂક્યા છે.

જેને લઈને ગુરૃગ્રામમા પન્નુ વિરૃદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં ગુરપતવંત સિંહ પન્નુએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શાંતા કુમારને ધમકી આપી હતી. ધમકી સોમવારે પન્નુએ ઉનાના પત્રકારોને ફોન કોલના માધ્યમથી આપી.

શીખ ફૉર જસ્ટિસ જૂથ સાથે જોડાયેલા ગુરપતવંત સિંહ પન્નુએ કહ્યુ કે દેશમાં હજારો ખેડૂતોના મોત માટે જે પી નડ્ડા વ્યક્તિગત રીતે જવાબદાર છે. મુખ્યમંત્રી મનોહરલાલે કહ્યુ કે ૧૫ ઓગસ્ટને લઈને ધમકી ભર્યા કોલ સીધા મારા પાસે આવ્યા નથી પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ અમારી વ્યવસ્થા ચુસ્ત છે, એજન્સીઓ પણ સતર્ક છે.

(7:31 pm IST)