Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ( EVM ) ને બદલે બેલેટ પેપરથી મતદાન કરાવો : દિલ્હી હાઇકોર્ટમાં કરાયેલી જાહેર હિતની અરજી નામદાર કોર્ટે ફગાવી : 10 હજાર રૂપિયા દંડ કર્યો : પૂરતો અભ્યાસ કર્યા વિના કરાયેલી અરજી પબ્લિસિટી સ્ટન્ટ હોવાની ટકોર

ન્યુદિલ્હી : ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ( EVM ) ને બદલે બેલેટ પેપરથી મતદાન કરાવવા માટે ઈલેક્શન કમિશનને સૂચના અપાવવા દિલ્હી હાઇકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન એટલે કે જાહેર હિતની અરજી કરાઈ હતી. જે નામદાર કોર્ટે ફગાવી દીધી છે. ઉપરાંત 10 હજાર રૂપિયા દંડ કર્યો છે.

ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ અને જસ્ટિસ જ્યોતિ સિંહની બનેલી ડિવિઝન બેંચે એડવોકેટ સી.આર. જયા સુકીન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી વિષે ટકોર કરતા જણાવ્યું હતું કે આ પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન હકીકતમાં પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લીટીગેશન છે. EVM ની કામગીરી વિષે પૂરતો અને ઝીણવટભર્યો અભ્યાસ કર્યા વિના કરાયેલી આ પિટિશન રદ થવાને પાત્ર છે. જોકે નામદાર કોર્ટે ફરીથી પૂરતો અભ્યાસ કરી પિટિશન દાખલ કરવાની મંજૂરી આપી હતી.

પિટિશનમાં જણાવાયું હતું કે ફ્રાન્સ, જર્મની વગેરે જેવા દેશો EVM મશીનોનો ઉપયોગ કરતા નથી. ભારતમાં, રાજકીય નેતાઓ અને અન્ય સામાજિક સંગઠનોને EVM પર ભરોસો નથી. માત્ર ચૂંટણી પંચને EVM પર વિશ્વાસ છે.

જેના અનુસંધાને ખંડપીઠે જણાવ્યું હતું કે અરજદારની દલીલો પરથી એવું જણાય છે કે તેમને ઈવીએમ મશીનો વિશે બિલકુલ જાણકારી નથી. માત્ર કેટલાક સમાચાર પત્રો વાંચીને, અરજી પીઆર કરવામાં આવી છે. તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(5:36 pm IST)