Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ચીનના વુહાનમાં ઍક વર્ષ બાદ ફરી કોરોના કેસ નોંધાયોઃ તમામ લોકોનું ન્યુક્લિયક ઍસિડ ટેસ્ટ કરવા અભિયાન શરૂ કરાશે

૨૦૨૦માં સંક્રમણ ઉપર કાબુ મેળવ્યા બાદ ફરી કેસ નોંધાયો

બેઇજિંગ: ચીનના વુહાનમાં એક વર્ષની અંદર કોરોના વાયરસ સંક્રમણના નવા કેસ સામે આવ્યા બાદ સ્થાનિક તંત્રએ આખી વસ્તીના કોવિડ-19 ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. વુહાન જ ચીનનું તે શહેર છે જ્યા પ્રથમ વખત કોરોના વાયરસ સંક્રમણ ફેલાયુ હતું અને હવે આશરે એક વર્ષ બાદ વુહાનમાં કોરોનાનો એક કેસ સામે આવ્યો છે.

વુહાનમાં સ્થઆનિક અધિકારી લી તાઓએ પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યુ કે જલ્દી તમામ લોકોનું ન્યૂક્લિયક એસિડ ટેસ્ટ કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ચીની શહેર વુહાનની વસ્તી 1 કરોડથી વધારેની છે.

આ પહેલા સોમવારે વુહાનના અધિકારીઓએ જાહેરાત કરી હતી કે શહેરના પ્રવાસી મજૂરોમાં કોરોના સંક્રમણના સાત કેસ મળ્યા છે. આ કેસ ત્યારે સામે આવ્યા જ્યારે 2020ની શરૂઆતના મહિનામાં કોરોના સંક્રમણના પ્રકોપ પર ચીને સફળતાપૂર્વક કાબુ મેળવવાનો દાવો કર્યો હતો, તે બાદથી લગભગ એક વર્ષ સુધી વુહાનમાં સંક્રમણનો કોઇ કેસ સામે આવ્યો નહતો.

વુહાનમાં વાયરસ સંક્રમણ ફેલાયા બાદ ચીન પોતાના નાગરિકોને તેમના ઘરમાં કેદ કરી દીધા હતા. સાથે જ ઘરેલુ વાહન વ્યવહાર સુવિધાને પણ બંધ કરી દીધી હતી અને મોટા પાયા પર લોકોને કોવિડ ટેસ્ટિંગ માટે અભિયાન ચલાવ્યુ હતું. વુહાનમાં કેટલાક મહિના સુધી કોરોના વાયરસ સંક્રમણનો પ્રકોપ જોવા મળ્યો હતો. વિશ્વના સૌથી પ્રભાવિત શહેરોમાં વુાહન ટોપમાં સામેલ હશે.

(5:26 pm IST)