Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

લગ્નના ૨૭ વર્ષ બાદ બિલ ગેટ્સ અને મેલિન્ડા વચ્ચે ઔપચારિક રૂપથી થયા છુટાછેડા

સોમવારે અદાલતી પ્રક્રિયા પૂરી થયા બાદ બિલ ગેટ્સ અને મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સ વચ્ચે છુટાછેડાની તમામ ઔપચારિકતાઓ પૂરી થઈ ગઈ છે

ન્યૂયોર્ક, તા.૩: માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સ વચ્ચે જાહેરાતના ત્રણ મહિના બાદ ઔપચારિક રૂપથી છુટાછેડા થઈ ગયા છે. સોમવારે અદાલતી પ્રક્રિયા પૂરી થયા બાદ બિલ ગેટ્સ અને મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સ વચ્ચે છુટાછેડાની તમામ ઔપચારિકતાઓ પૂરી થઈ ગઈ છે. બંનેનો આ સંબંધ ૨૭ વર્ષ ચાલ્યો છે. મહત્વનું છે કે આ કપલે લગ્નના ૨૭ વર્ષ બાદ ૩ મેએ છુટાછેડા માટે અરજી આપી અને જાહેરાત કરી હતી કે બંને આપસી સહમતિથી અલગ થઈ રહ્યાં છે, પરંતુ સાથે પરોપકારી કામ કરતા રહેશે. ગેટ્સે તે સમયે કહ્યુ હતુ કે તે પોતાની વૈવાહિક સંપત્તિને કઈ રીતે વિભાજીત કરે, તેના પર સમજુતી કરી ચુકયા છે.

પરંતુ સિએટલમાં કિંગ કાઉન્ટી સુપીરિયર કોર્ટમાં સોમવારે દાખલ અંતિમ છુટાછેડાના આદેશમાં તે સમજુતીની કોઈ વિગત આપવામાં આવી નથી. કોર્ટે છુટાછેડાના મામલામાં પૈસા, સંપત્ત્િ।ને લઈને કોઈ નિર્ણય જારી કર્યો નથી. ઉલ્લેખનીય છે કે ૨૭ વર્ષના લગ્નને તોડવાનો નિર્ણય કર્યા બાદ બંનેએ કહ્યું કે, અમારૂ તે માનવું છે કે હવે અમે એક દંપત્ત્િ।ના રૂપમાં રહી શકશું નહીં પરંતુ અમારી સંસ્થામાં સાથે કામ કરતા રહીશું.

ટ્વિટર પર એક સંયુકત નિવેદનમાં બંનેએ કહ્યું- ખુબ વિચાર કર્યા અને અમારા સંબંધો પર કામ કર્યા બાદ અમે લગ્નથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા ૨૭ કરતા વધુ સમયથી તે એક સંસ્થા ચલાવી રહ્યાં છે જે દુનિયા ભરના લોકોને સ્વસ્થ અને સારૂ જીવન જીવવા માટે સક્ષમ બનાવવા માટે કામ કરે છે.

મહત્વનું છે કે બિલ અને મેલિન્ડા ગેટ્સે વર્ષ ૧૯૯૪માં હવાઈમાં લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત વર્ષ ૧૯૮૭માં તે સમયે થઈ હતી જયારે મેલિન્ડાએ માઇક્રોસોફ્ટ કંપનીમાં એક પ્રોડકટ મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. કામના સિલસિલામાં રાખેલા એક ડિનર દરમિયાન બિલ ગેટ્સ મેલિન્ડા પર ફિદા થઈ ગયા હતા.

ફોર્બ્સની યાદી અનુસાર બિલ ગેટ્સ વિશ્વના ચોથા સૌથી ધનવાન વ્યકિત છે. તેમની સંપત્ત્િ। ૧૨૪ બિલિયન ડોલર છે. બિલ માત્ર ૩૧ વર્ષની ઉંમરે અબજોપતિની યાદીમાં સામેલ થઈ ગયા છે. મહત્વનું છે કે બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. આ સંસ્થા વર્ષ ૨૦૦૦માં લોન્ચ કરવામાં આવી હતી.

(3:44 pm IST)