Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

પાકિસ્તાને જયારે ફાતિમા ઝીણાનો વારસો ગીરવે મૂકયો..!

જાન્યુઆરી ૨૦૨૧ માં સમાચાર આવેલા કે વર્લ્ડ બેન્કથી ચીન, સાઉદી અરેબિયા, યુએઈ જેવા દેશોનું દેવું ચૂકતે કરવા પાકિસ્તાન હવે તેની ઐતિહાસિક ઇમારતોને ગીરો બનાવવાની તૈયારી કરી રહ્યું છે. લોન લઈને પોતાના રોજિંદા ખર્ચને પહોંચી વળવા પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદના એફ -૯ સેકટરના સૌથી મોટા પાર્કને મોર્ટગેજ બનાવવાની તૈયારી કરી હતી. પાકિસ્તાન સરકાર આ પાર્કને મોર્ટગેજ કરીને ૫૦૦ અબજ રૂપિયાની લોન એકત્ર કરવાનું હતું. નોંધપાત્ર વાત એ છે કે, આ પાર્કને ફાતિમા ઝીણાનું નામ આપવામાં આવ્યું છે જે મહંમદ અલી ઝીણાના બહેન છે. એફ -૯ પાર્ક (ફાતિમા જિન્નાહ પાર્ક) એક જાહેર મનોરંજન પાર્ક છે જે ૭૫૯ એકર જમીનમાં ફેલાયેલ છે. આ ઉદ્યાન પાકિસ્તાનના સૌથી મોટા લીલા વિસ્તારોમાંનો એક છે. પાકિસ્તાને ફાતિમા ઝીણાનો વારસો ગીરોવે મૂકતા દુનિયાભરના સમાચારોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

(11:41 am IST)