Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ન્યાયધીશોને 'X' કેટેગરી સુરક્ષા આપો : દેશમાં ન્યાયધીશો અને વકીલો ઉપર વધી રહેલા હુમલાના બનાવોને ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી


ન્યુદિલ્હી : દેશમાં ન્યાયધીશો અને વકીલો ઉપર વધી રહેલા હુમલાના બનાવોને ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે. તથા ન્યાયધીશોને અને વકીલોને  'X'  કેટેગરી સુરક્ષા આપવા રજુઆત કરાઈ છે.

ઝારખંડના ન્યાયાધીશ ઉત્તમ આનંદની હત્યાના પગલે એડવોકેટ વિશાલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કેન્દ્ર અને તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને  ન્યાયિક અધિકારીઓને 'X' કેટેગરીની સુરક્ષા આપવા માટે અરજ ગુજારવામાં આવી છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે દેશભરમાં વિવિધ ઘટનાઓ બની છે જે વકીલો અને ન્યાયાધીશોને આપવામાં  આવી રહેલી ધમકીઓ તરફ નિર્દેશ કરે છે, તથા તેઓને સ્વતંત્ર અને તટસ્થ રીતે  ફરજો બજાવતા અટકાવે છે.
અત્યાર સુધીમાં એવા અનેક દાખલાઓ જોવા મળ્યા છે જે મુજબ  ન્યાયતંત્રને તેના કાર્યો કરવામાં રોકવા માટે રાજકીય પ્રભાવ અથવા મૃત્યુની ધમકીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ન્યાયાધીશોને અસુરક્ષિત રાખવાથી અસંતુષ્ટોને  બદલો લેવાની તથા બાહ્ય પરિબળોને ન્યાયિક કાર્યવાહીમાં દખલ કરવાની તક મળી જાય છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(11:27 am IST)