Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

મેન્‍સ હોકીમાં ગોલ્‍ડનું સપનું રોળાયું: નિરાશા

બેલ્‍જીયમના પ્રવાસમાં ભારતે ધોબી પછડાટ આપેલી, પાંચમાંથી ચાર મેચો જીતી લીધી હતી : બેલ્‍જીયમ સામે ૫-૨ થી હાર્યુઃ હવે બ્રોન્‍ઝ મેડલ માટે ગુરૂવારે મુકાબલો

નવી દિલ્‍હીઃ મેન્‍સ હોકી ભારતની બેલ્‍જિયમ સામે હાર થઈ છે. બેલ્‍જિયમે ભારતને ૫-૨થી હાર આપી છે. હવે ભારતીય ટીમ બ્રોન્‍ઝ મેડલ માટે મેચ રમશે. ૫ ઓગસ્‍ટના રોજ ભારતીય હોકી ટીમ હવે બ્રોન્‍ઝ મેડલ માટે રમશે.

બીજા કવાર્ટરની મેચ પૂરી થયા સુધી ભારત અને બેલ્‍જિયમ ૨-૨ની બરાબરી પર હતી. ત્રીજા કવાર્ટરમાં બન્‍ને ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. જ્‍યારે ચોથા ક્‍વાર્ટરમાં બેલ્‍જિયમની ટીમ ભારત પર હાવી થઈ ગઈ હતી અને તેણે બે ગોલ ફટાકરીને મેચમાં ૪-૨થી લીડ મેળવી લીધી હતી.

બેલ્‍જિયમની ટીમ દુનિયાની નંબર વન ટીમ છે. અને ટોકયો ઓલંપિકમાં બેલ્‍જિયમની ટીમે ૬ મેચોમાં ૨૯ ગોલ કર્યા છે.  વર્ષ ૨૦૧૯માં બેલ્‍ઝિયમના -વાસ સમયે ભારતીય ટીમે બેલ્‍જિયમને ૨ -૦, ૩ -૧ અને ૫ -૧થી હરાવ્‍યું હતું. સાથે જ આ વર્ષે માર્ચમાં રમાયેલ મેચમાં પણ ભારતીય ટીમે બેલ્‍જિયમને ૩ -૨થી મ્‍હાત આપી હતી. આમ બેલ્‍ઝિયમ સામે રમાયેલ પાંચમાંથી ચાર મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે.

(11:07 am IST)