Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

રાહુલ ગાંધીએ દોડાવી 'એકતા'ની સાઇકલ : જો વિપક્ષમાં એકતા હશે તો ભાજપ કે સંઘ દબાવી નહિ શકે

રાહુલનું ‘બ્રેકફાસ્‍ટ પોલિટિકસ' વિપક્ષો સાથે ઘડી રણનીતિ

'બ્રેકફાસ્ટ' મિટીંગમાં આપ અને બસપા સિવાયના વિપક્ષો હાજર : પહેલી વખત રાહુલ ગાંધીએ વિપક્ષને એકઠા કરવાનો પ્રયાસ કર્યો

નવી દિલ્હી તા. ૩ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા નાસ્તા પર બોલાવેલી બેઠક બાદ વિપક્ષી નેતા સાયકલ ચલાવીને જ સંસદ ભવન માટે રવાના થયા છે. શિવસેના, એનસીપી, આરજેડી અને સીપીઆઇ સહિત અનેક નેતાઓએ રાહુલ ગાંધીની બેઠકમાં ભાગ લીધી અને એક સાથે જ સંસદ માટે રવાના થયા. આ બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ વિપક્ષી નેતાઓને એકજુટ રહેવાની અપીલ કરી. તેઓએ કહ્યું કે, જો અમે વિપક્ષ તરીકે એકજુટ રહીએ તો ફરી આરએસએસ અને બીજેપી અમારા લોકોના અવાજને દબાવી શકશે નહિ.

રાહુલ ગાંધીએ કહ્યું, આપણે આ અવાજને એકજુટ કરવો પડશે. આ અવાજમાં જેટલી એકતા હશે તેટલો અવાજ મજબૂત હશે. આ પ્રથમ મોકો હતો જ્યારે રાહુલ ગાંધીએ આ પ્રકારે વિપક્ષને એકજુટ કરવાના પ્રયત્ન કર્યા તેઓએ વિપક્ષી દળોના નેતાઓને કાંસ્ટીટયૂશન કલબમાં નાસ્તા પર આમંત્રિત કર્યા તેમાં મહારાષ્ટ્રથી શિવસેના અને એનસીપી સહિત દેશભરના અનેક રાજકીય પક્ષોએ ભાગ લીધો. તેમાં સમાજવાદી પક્ષ, સીપીઆઇ, સીપીઆઇએમ, જેએમએમ અનેક દળ સામેલ રહ્યા છે. જો કે દિલ્હીની સત્તા કાબેલ આપ અને માયાવતીની બીએસપી આ બેઠકથી દુર રહ્યા હતા. આ બંને દળ તરફથી બેઠકમાં ભાગ લેવા અથવા ન લેવા અંગે કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.

(2:58 pm IST)