Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ભારત - ચીન લદાખના બાકીના મુદ્દા ઉકેલવા સંયુકત રીતે સહમત

એલએસી પર શાંતિ જાળવવા બંને દેશ પ્રયત્ન કરતા રહેશે

નવી દિલ્હી,તા. ૩:  ભારત અને ચીને સંયુકત રીતે જાહેર કરેલા નિવેદનમાં સોમવારે જણાવ્યું હતું કે બંને દેશની સેના લદાખના બાકી રહેલા મુદ્દા ઉકેલવા સહમત થઇ છે અને ૧૨મી કોર્પ્સ કમાન્ડર કક્ષાની લશ્કરી મંત્રણાને સફળ ગણાવી હતી.

મંત્રણાના બે દિવસ બાદ ભારતીય આર્મીએ જાહેર કરેલા સંયુકત નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત-ચીનના પશ્ર્ચિમી ક્ષેત્રે આવેલી લાઇન ઓફ એકચ્યુઅલ કધટ્રોલ (એલએસી)ના સરહદી વિસ્તારમાંથી બંને સેનાને પાછી ખેંચવાને મામલે સદ્યન અને ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

બંને દેશના કમાંડરોએ નોંધ્યું હતું કે આ મંત્રણા લાભપ્રદ રહી હતી અને એને લીધે બંને દેશ વચ્ચેની સમજમાં વધારો થયો હતો. હાલની વ્યવસ્થા અને પ્રોટોકોલ પ્રમાણે બાકીના મુદ્દા ઉકેલવા થયેલી ચર્ચાને આધારે બંને બાજુએ તૈયારી દર્શાવી હતી.

એમાં વધુમાં જણાવાયું હતું કે એલએસીના વિસ્તારમાં સ્થિરતા લાવવા અને સંયુકત રીતે શાંતિ અને સમાધાન લાવવા માટે બંને પક્ષ સહમત થયા છે.

(10:36 am IST)