Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

કેરળ સહીત દેશમાં કોરોનાના કેસમાં રાહત : નવા 30.029 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 39020 દર્દીઓ રિકવર થયા : વધુ 420 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.25.228 થયો :એક્ટીવ કેસ 3.98.910 થયા : કુલ કેસની સંખ્યા 3.17.25.399 થઇ

સૌથી વધુ કેરળમાં 13.984 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4869 કેસ, તામિલનાડુમાં 1957 કેસ, આંધ્રપ્રદેશમાં 1546 કેસ, કર્ણાટકમાં 1285 કેસ, આસામમાં 1275 કેસ, ઓરિસ્સામાં 1032 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે આજે દેશમાં કોરોનાનાં નવા 30.029 કેસ નોંધાયા છે. જ્યારે 39.020 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 30.029 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 420 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.25.228 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 30.029 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.17.25.399 થઇ છે  એક્ટિવ સંખ્યા 3.98.910 થઇ છે છેલ્લા 24 કલાકમાં 39.020 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.08.88.702 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 13.984 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4869 કેસ, તામિલનાડુમાં 1957 કેસ, આંધ્રપ્રદેશમાં 1546 કેસ, કર્ણાટકમાં 1285 કેસ, આસામમાં 1275 કેસ, ઓરિસ્સામાં 1032 કેસ નોંધાયા છે

(1:13 am IST)