Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

કેન્દ્રીય માહિતી પ્રસારણ અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સેલ્ફ કોરેન્ટાઈન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા

કેન્દ્રીય મંત્રીઓ પર પણ કોરાનોનો ભરડો : દેશના ગૃહમંત્રી અમિત શાહના સંપર્કમાં આવેલા લોકોએ પોતાની જાતને આઈસોલેટ કરવા માટેની શરૂ કરી દીધી

નવી દિલ્હી, તા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યાર બાદ કેન્દ્રીય મંત્રીઓએ પોતાની જાતને આઈસોલેટ કરી દીધા છેકેન્દ્રીય માહિતી પ્રસારણ અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા તેની શરૂઆત કરવામાં આવી છે. રવિશંકર પ્રસાદે પોતાની જાતને કોરેન્ટાઈન કરી દીધી છે કારણ કે શનિવારે સાંજે તેઓ અમિત શાહને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યો છે.

ડોક્ટર્સની સલાહનુસાર તેઓ મેદાંતા હોસ્પિટલમાં ભરતી થઈ ગયા છે. ગૃહમંત્રી શાહે પોતે રવિવારે બપોરે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. ત્યાર બાદ પાર્ટીના નેતાઓ સહિત સોશિયલ મીડિયા યુઝર્સે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટમાં લખ્યું હતું કે, 'કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાવા પર મેં ટેસ્ટ કરાવેલો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે પરંતુ ડોક્ટર્સની સલાહનુસાર હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. તમારામાંથી જેટલા પણ લોકો પાછલા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા હોય તે મહેરબાની કરીને સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ પોતાનો રિપોર્ટ કરાવે તેવી વિનંતી છે.' અમિત શાહે ટ્વિટ દ્વારા પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના રિપોર્ટ કરાવવા સલાહ આપી હતી. ત્યાર બાદ ગૃહમંત્રીના સ્ટાફ સહિત અન્ય લોકો કોરોના ટેસ્ટ કરાવવાની તૈયારીમાં છે. સાથે અમિત શાહના સંપર્કમાં આવેલા લોકોએ પોતાની જાતને આઈસોલેટ કરવાની શરૂ કરી દીધી છે.

(10:57 pm IST)