Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

અમિતભાઇ શાહ વહેલી તકે સાજા થઇ જાય તે માટે જમ્મુ-કાશ્મીરના નેતા ગુફતાર અહેમદ રોજા રાખશે

ભાજપના નેતા ગુફતાર અહેમદે વીડિયોમાં જાહેરાત કરી

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ વહેલી તકે સાજા થાય એ માટે જમ્મુ કાશ્મીરના નેતા ગુફતાર અહેમદે રોજા રાખવાની જાહેરાત કરી છે ગૃહમંત્રી અમિતભાઇ શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે ત્યારે તેઓ વહેલીતકે  સાજા થઇ જાય તે માટે જમ્મુ-કાશ્મીરના નેતા ગુફતાર અહેમદે રોજા રાખવાની જાહેરાત કરી છે.

 જમ્મુ-કાશ્મીરના કુપવાડાના ભાજપ નેતા ગુફતાર અહેમદે જાહેરાત કરી છે કે જ્યાંર સુધી ગૃહમંત્રી નો કોરોના વાઇરસ રિપોર્ટ નોગોટિવ આવી નહીં જાય ત્યાં સુધી તેઓ રોજ રોજા રાખશે. ગુફતારે આ અંગે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી આ જાહેરાત કરી છે.

ગુફતાર અહેમદે વીડિયોમાં અમિત શાહ માટે દુઆ કરી. સાથે કહ્યું કે આશા વ્યક્ત કરી કે અમિત શાહ જલદી સાજા થઇ જશે. તેમણે કહ્યું કે,“હું મંગળવારથી રોજા રાખવાનું શરૂ કરીશ અને જ્યાં સુધી અમિત શાહનો કોરોના રિપોર્ટ નોગોટીવ નહીં આવે ત્યાં સુધી હું રોજા રાખીશ. અલ્લાહતઆલાને દુઆ કરીશ કે અમિત શાહ જલદી સાજા થઇ જાય.”

 અમિતભાઈ  શાહ ઉપરાંત યુપી ભાજપના પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવસિંહ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે કર્ણાટકના સીએમ યેદિયુરપ્પાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉપરાંત ઉત્તર પ્રદેશના જળ શક્તિમંત્રી મહેન્દ્ર સિંહ બે-ત્રણ દિવસ પહેલાં કોરોના વાઇરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઇ છે. તેઓ પણ હોસ્પિટલમાં દાખલ થયા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ કોરોનામાં ઝડપાયા છે

(8:48 pm IST)