Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

વિશ્વમાં કોરોનાને લીધે હજુ સુધીમાં ૬૮૮૬૩૮નાં મોત

વિશ્વભરમાં કોરોના મહામારીનો વણથંભ્યો કહેર : કુલ કેસ એક કરોડ ૮૩ હજારથી ઉપર, મેલબોર્નમાં રાત્રિ કરફ્યૂ, કોસોવાના વડાપ્રધાન અબ્દુલ્લા કોરોના પોઝિટિવ

વોશિંગ્ટન, તા. : વિશ્વમાં અત્યારસુધીમાં કોરોના વાયરસના કરોડ ૮૨ લાખ ૩૧ હજાર ૫૩૫ નવા કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી કરોડ ૧૩ લાખ ૨૬ હજાર ૨૩૨ દર્દી સ્વસ્થ પણ થઇ ચૂક્યા છે. લાખ ૮૮ હજાર ૬૮૩ના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં બે ક્રૂઝ જહાજો પર ૪૦થી વધુ કેસ મળી આવ્યા છે. એક ક્રૂઝ આર્કટિક અને બીજુ પ્રશાંત મહાસાગરમાં છે. આર્કટિકમાં સ્જી રોયલ્ડ એમંડસન ક્રૂઝ પર ૪૦ કેસ સામે આવ્યા છે. બ્રાઝીલમાં ૨૪ કલાકમાં ૫૪૧ મોત થયા છે. હવે મોતનો આંકડો અહીં ૯૪ હજારને પાર કરી ગયો છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૮૦૦ નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા વધીને ૨૭ લાખ ૩૩ હજાર ૬૭૭ થઇ ગઇ છે. ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને અઠવાડિયા સુધી રાત્રે કરફ્યૂ લગાવવામા આવ્યો છે. વિક્ટોરિયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રુયૂએ રવિવારે સાંજે તેની જાહેરાત કરી હતી.

              તેમણે લોકોને કિમી દાયરામાં રહેવાની અપીલ કરી હતી. કોસોવોના વડાપ્રધાન અબ્દુલ્લાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે રવિવારે ફેસબુક પેજ પર લખ્યું હતું, સામાન્ય ઉધરસ સિવાય મારા શરીરમાં કોઇ લક્ષણ દેખાતા નથી. હું બે અઠવાડિયા સુધી ક્વોરેન્ટીન રહીશ. ઘરેથી કામ કરીશ. કોસોવોમાં સંક્રમણના કુલ ૮૭૦૦ કેસ નોંધાયા છે જ્યારે ૨૪૯ મોત થયા છે. ચીનમાં ૪૩ નવા કેસ નોંધાયા હતા. નેશનલ હેલ્થ કમિશનના ડેઇલી રિપોર્ટ અનુસાર ૩૬માંથી ૨૮ નવા કેસ ઝિંજિયાંગ રાજ્યમાં સામે આવ્યા છે. આઠ કેસ લિઓસા રાજ્યમાં સામે આવ્યા હતા.

             શાંઘાઇમાં ત્રણ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં એક પણ મોત થયું નથી. છેલ્લા અઠવાડિયાથી ઉઇગર મુસ્લિમ બહુમતિ વાળા શિનજિયાંગ વિસ્તારમાં દરરોજ ૨૦થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ઇરાનમાં રવિવારે સંક્રમિતોની સંખ્યા વધીને લાખ હજાર થઇ ગઇ છેખાડી દેશોમાં ઇરાન સૌથી વધારે પ્રભાવિત છે. અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૮૫ નવા કેસ સામે આવ્યા હતા.

           ઇરાનના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા સીમા સદત લારીએ જણાવ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૮ મોત થયા હતા જેના લીધે મોતનો આંકડો વધીને ૧૭ હજાર ૧૯૦ થઇ ગયો છે. અત્યારસુધી લાખ ૬૮ હજાર ૧૦૨ દર્દી સ્વસ્થ થયા છે.

(7:51 pm IST)