Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ભારતના નાગરિકોને મળશે ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ

૧૫મી ઓગસ્ટે મોદી યોજનાની જાહેરાત કરી શકે છે : જેમાં જે-તે વ્યક્તિ મરજીથી પોતાનું હેલ્થ આઈડી ખોલી શકશે, દેશના ડોક્ટર અને હેલ્થ ફેસિલિટી પાસે ડેટા હશે

નવી દિલ્હી, તા. : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫મી ઓગસ્ટે નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની જાહેરાત કરી શકે છે, જેમાં દરેક ભારતીય પાસે સંપૂર્ણ રીતે ડિજિટલ હેલ્થ ઈકોસિસ્ટમ સાથે જોડાયેલું પર્સનલ હેલ્થ આઈડી હશે. અંતર્ગત પ્રત્યે નાગરિકના સ્વાસ્થ્યના ડેટા દેશભરના રજિસ્ટ્રી ઓફ ડોક્ટર્સ અને હેલ્થ ફેસિલિટી પાસે રહેશે. મુખ્ય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રસ્તાવને પ્રિન્સિપલ કેબિનેટ તરફથી મંજૂરી મળી ગઈ છે અને અઠવાડિયાના અંત સુધીમાં અંતિમ મંજૂરી મળશે તેવી શક્યતા છે. 'વડાપ્રધાન દ્વારા ૧૫મી ઓગસ્ટના રોજ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણના ભાગરૂપે મિશનની શરૂઆતની જાહેરાત કરવામાં આવી શકે છે', તેમ સૂત્રોએ કહ્યું હતું. ડિજિટલ પ્લેટફોર્મને હેલ્થ આઈડી, પર્સનલ હેલ્થ રેકોર્ડ્સ, ડીજી ડોક્ટર અને હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી- એમ ચાર ચાવીરૂપ સુવિધાઓ સાથે શરૂ કરવામાં આવશે. પછીના તબક્કે તેમાં -ફાર્મસી અને ટેલિમેડિસિન સુવિધાઓ, નિયમનકારી માર્ગદર્શિકાનો પણ સમાવેશ કરવામાં આવશે.

પ્લેટફોર્મ સ્વૈચ્છિક છે કારણ કે એપ્લિકેશન પર નોંધણી કરાવવી તે વ્યક્તિ પર રહેશે. હેલ્થ રેકોર્ડ્સ ફક્ત વ્યક્તિ દ્વારા અધિકૃત થયા પછી શેર કરવામાં આવશે. રીતે, એપ્લિકેશન માટે વિગતો પ્રદાન કરવાની જવાબદારી હોસ્પિટલો અને ડોક્ટરોની રહેશે. જો કે, સરકારને લાગે છે કે એપ્લિકેશનનની ઉપયોગિતા વ્યાપક ભાગીદારીની ખાતરી કરશે.

નેશનલ હેલ્થ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઈંદુ ભુષણે કહ્યું કે, એનડીએચએમના અમલીકરણથી આરોગ્ય સેવાના વિતરણની કાર્યક્ષમતા, અસરકારકતા અને પારદર્શિતામાં નોંધપાત્ર સુધારો થવાની તેમજ નાણાકીય જોખમ સંરક્ષણ સહિત યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ . ની સાર્વત્રિક આરોગ્ય કવચની સિદ્ધિ તરફ ભારતની પ્રગતિને વેગ મળશે તેવી અપેક્ષા છે'.

(7:48 pm IST)