Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

સુશાંતસિંહે આત્મહત્યા પહેલા પોતાના વિશે અને દર્દ વગરના મોત અંગે ગૂગલમાં સર્ચ કર્યું હતું

મુંબઈ ;પોલીસ કમિશનર પરમવીર સિંહે તપાસ અંગેની ઘણી વાતો મીડિયા સાથે શેર કરી

મુંબઈ : સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં તપાસ અંગેની ઘણી વાતો મીડિયા સાથે શેર કરી હતી તેઓએ જણાવ્યું હતું કે, અમે હજી સુધી નિષ્કર્ષ પર આવ્યા નથી કે આ કેસ બિહારથી મુંબઇ ટ્રાન્સફર થવો જોઈએ.બિહાર પોલીસને આ મામલે તપાસ કરવાનો અધિકાર નથી.

14 જુનના દિવસે સુશાંત સિંહે 2 વાગ્યાની આસપાસ પોતાના ઘરમાં જ ફાંસો ખાધો હતો અને 2 કલાક સુધી પોતાના વિશે જ ગુગલ પર સર્ચ કરી રહ્યો હતો.જો કે, આ સિવાય તે બીના દર્દની મોત વિશે પણ સર્ચ કરી રહ્યો હતો.

રિયા ચક્રવર્તીનું નિવેદન બે વાર લેવામાં આવ્યું છે, જેમાં ખુલાસો થયો છે કે બંને વચ્ચેના સંબંધોમાં થોડી તુ..તુ..મેં..મેં ચાલી રહી હતી.રિયાએ પોતાના નિવેદનમાં સુશાંતને મળવાનો ઉલ્લેખ કર્યો છે, તે કેવો વ્યક્તિ હતો. રિયાને સુશાંત સાથે યુરોપ પ્રવાસ અંગે વાત કરવા પણ કહેવામાં આવ્યું હતું.રિયા અને સુશાંત વચ્ચે પરિવાર વચ્ચે સારો સંબંધ નહોતો અને ઝઘડો ચાલુ જ રહ્યો હતો.

રિયા ચક્રવર્તી 8 જૂને સુશાંત સિંહ રાજપૂતનું ઘર છોડી ગઈ હતી, કારણ કે તે પણ ઉદાશ હતી.તેણી તબીયત પણ સારી ન હતી, તેથી તે ત્યાંથી જતી રહી હતી. આ પછી સુશાંતની બહેન આવી તે 13 જૂને પણ રવાના થઈ હતી કારણ કે તેની પુત્રીની પરીક્ષા હતી.

સુશાંતની ડાયરીમાં ઘણી એવી વસ્તુઓ જાણવા મળી હતી,જેમાં તે પોતાનો ખર્ચ રાખતો હતો.

સુશાંત દ્વારા સીએને પૂછવામાં આવ્યું હતું કે મહિનાનો ખર્ચ ઓછો કરવો જોઇએ. બેંક સ્ટેટમેન્ટની તપાસ જાન્યુઆરી 2019 થી જૂન 2020 સુધી કરવામાં આવી છે, જે રૂ .14 કરોડની નજીક હતી.

સુશાંતની બહેન પ્રિંયકાને બીજી વાર પણ નિવેદન લેવા માટે ફરી એકવાર બોલાવવામાં આવી હતી, પરતું તે નિવેદન આપવા માટેની હાલતમાં ન હતી,પરતું તેના પરિવારે કોઈ પણ પ્રકારનો કોઈના પર શંકા કરી ન હતી. પરિવારજનોએ પોતાનું નિવેદન આપ્યુ અને હસ્તાકક્ષર પણ કર્યા હતા.

પૂર્વ મેનેજર દિશાના અવસાન પછી સુશાંતનું નામ ઉમેરવામાં આવ્યું હતું, જેના પર તે ખૂબ ગુસ્સે હતો. આ અંગે તેમણે પોતાના વકીલોને સંદેશ પણ આપ્યો.ફ્લેટ સીલ થયેલી ફોરેન્સિક ટીમ સાથે તપાસ ચાલુ છે. અત્યાર સુધીમાં પચાસથી વધુ લોકોનાં નિવેદનો નોંધવામાં આવ્યા છે.જ્યારે મેનેજર દિશાએ આત્મહત્યા કરી ત્યારે તેના ઘરે ચારથી પાંચ લોકો હતા. તેના બે મોટા સોદા રદ થતાં દિશા ખુબ જ પરેશાન જોવા મળી રહી હતી.

કમિશનરના કહેવા પ્રમાણે, અમારા મોટા અધિકારીઓ આ કેસની તપાસ કરી રહ્યા છે. હજી સુધી કોઈને ક્લીનચીટ આપવામાં આવી નથી.આ આખો મામલો મુંબઇ પોલીસ હેઠળ આવે છે, આ કિસ્સામાં બિહાર પોલીસને તપાસ કરવાનો અધિકાર નથી.અમે આ સંદર્ભે કાયદાકીય અભિપ્રાય માંગીએ છીએ. જો કોઈને અમારી તપાસમાં સમસ્યા છે, તો અમારી સાથે વાત કરવી જોઈએ.

(6:54 pm IST)