Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

સુશાંતસિંહ રાજપૂતે આત્‍મહત્‍યાના દિવસે દર્દરહિત મોત, બાઇપોલર ડિસોર્ડર અને પોતાના નામને ગુગલ ઉપર સર્ચ કર્યુ હતુ

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના નિધનના કેસમાં મુંબઈ પોલીસે અનેક મહત્વના ખુલાસા કર્યા છે. સોમવારે મુંબઈ પોલીસના કમિશનર પરમવીર સિંહે કહ્યું કે સુશાંતે આત્મહત્યા પહેલા ગૂગલ પર અનેક ચીજો સર્ચ કરી હતી. જેમાં બાઈપોલર ડિસોર્ડર, Schizophrenia, પેઈનલેસ ડેથ (દર્દરહિત મોત) અને પોતાનું નામ સામેલ છે. અત્રે જણાવવાનું કે બાઈપોલર ડિસોર્ડર અને Schizophrenia ગંભીર માનસિક બીમારીઓ છે અને આ બીમારીઓના ઘાતક પરિણામો આવે છે.

પરમવીર સિંહે કહ્યું કે ઘટનાસ્થળવાળા ફ્લેટને સુશાંતની આત્મહત્યાના દિવસે જ એટલે કે 14મી જૂને સીલ કરાયો હતો. ફોરેન્સિક ટીમ 125 જૂનના રોજ પહોંચી હતી. આ ઉપરાંત ફ્લેટમાં ડોક્ટર્સ પણ પહોંચ્યા હતાં. ત્યારબાદથી આ ફ્લેટને ડી-સીલ કરાયો હતો. અમારા સ્ટેટમેન્ટ કહે છે કે જ્યારે સુશાંતનું નામ દિશા સાલિયાનના કેસમાં સામે આવ્યું હતું ત્યારે તેઓ ખુબ ડિસ્ટર્બ મહેસૂસ કરી રહ્યાં હતાં.

તેમણે વધુમાં કહ્યું કે સુશાંત દિશાને ફક્ત એક જ વાર મળ્યા હતાં. તેમણે દિશાના વકીલને મેસેજ કર્યો હતો કે આખરે આ કેસમાં તેમનું નામ કેમ ઢસડવામાં આવે છે. સુશાંતની ગૂગલ સર્ચ હિસ્ટ્રીની વાત કરીએ તો તેમણે દર્દરહિત, બાઈપોલર ડિસોર્ડર, Schizophrenia અને પોતાના નામને ગૂગલ પર સર્ચ કર્યું હતું.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોલીસ કમિશનરે જણાવ્યું કે સુશાંતના પરિવારે 16 જૂનના પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેમને આ મામલે કોઈના પર શક નથી. કમિશનરના જણાવ્યાં મુજબ રિયા ચક્રવર્તીએ સુશાંતનું ઘર 8 જૂનના રોજ છોડી દીધુ હતું. કારણ કે તે પણ ડિપ્રેસ હતી. તેની પણ હાલાત ઠીક નહતી. આથી તે જતી રહી હતી. ત્યારબાદ સુશાંતની બહેન આવી અને તે 13 જૂને જતી રહી કારણ કે તેની પુત્રીની પરિક્ષાઓ હતી.

કમિશનરના જણાવ્યાં મુજબ રિયાના બેવાર નિવેદન લેવાયા છે. જેમાં સામે આવ્યું છે કે તેમના સંબંધોમાં કઈક ખટાશ હતી. તેમના મળવાથી લઈને સુશાંતની માનસિક હાલત અને કેટલીક ઘટનાઓ અંગે તેણે જણાવ્યું. અમે તમામ ચીજોને ક્રોસ ચેક કરી છે. રિયા ચક્રવર્તી અને સુશાંતના પરિવાર વચ્ચે કઈક અનબન હતી.

(5:02 pm IST)