Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાને મંજૂરી

ખુશખબરી ! ભારતમાં કોરોનાની રસીના બીજા - ત્રીજા તબક્કાના હ્યૂમન ટ્રાયલને મળી મંજૂરી

નવી દિલ્હી તા. ૩ : કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયન મેડિસીન (DGCI) ઓકસફોર્ડ યૂનિવર્સિટી દ્વારા વિકસિત કોરોના વાયરસની રસીને દેશમાં બીજા અને તબક્કાના હ્યૂમન ટ્રાયલ માટે સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા (SII)ને મંજૂરી આપવામાં આવી છે.

સરકારી અધિકારીઓએ જણાવ્યું કે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયાને આ મંજૂરી કંટ્રોલર જનરલ ઓફ મેડિસિન ડો. વીજી. સોમાનીએ રવિવારે મોડી રાત્રે આપી હતી. આ પહેલાં તેમણે પહેલા૬ કોવિડ ૧૯ના વિષય વિશેષજ્ઞ સમિતિની અનુશંસાઓ પર ગહન ચર્ચા કરી.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કંપનીને ત્રીજા તબક્કાના કિલનિકલ ટ્રાયલથી પહેલાં સુરક્ષા સંબંધી ડેટા કેન્દ્રીય સીડીએસસીઓ પાસે જમા કરાવવું પડશે જેનું મૂલ્યાંકન ડેટા સુરક્ષા દેખરેખ બોર્ડએ કર્યું છે.

તેમણે જાણકારી આપી છે કે આ શોધની રૂપરેખા અનુસાર શોધમાં સામેલ દરેક વ્યકિતને ચાર અઠવાડિયાની અંદર બે ડોઝ આપવામાં આવશે. એટલે કે પહેલાં ડોઝના ૨૯માં દિવસે બીજો ડોઝ આપવામાં આવશે. ત્યારબાદ નક્કી અંતરાલ પર સુરક્ષા અને પ્રતિરક્ષાજનત્વનું આકલન થશે.

અધિકરીઓએ જણાવ્યું કે સીડીએસસીઓએ વિશેષજ્ઞ પેનલને પહેલા અને બીજા તબક્કાના પરીક્ષણમાંથી મળેલા ડેટા પર ગહન ચર્ચા વિચારણા કર્યા બાદ 'કોવિશિલ્ડ' ભારતમાં સ્વસ્થ્ય વયસ્કો પર બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણને મંજૂરી મળી છે.

(3:41 pm IST)