Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

અમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ

મુંબઇ તા. ૩: સમાજવાદી પાર્ટીના એક સમયના નેતા અમરસિંહનું શનિવારે બિમારી સબબ સિંગાપોર ખાતે નિધન થયું હતું. ૬૪ વર્ષિય અમરસિંહ કિડનીની બિમારીથી પીડાતા હતાં. સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ થોડો સમય ફરીથી રાજનીતિમાં સક્રિય થયા હતાં. પરંતુ ઇન્ફેકશન લાગતાં ફરીથી દાખલ કરાયા હતાં અને લાંબા સમયથી પથારીવશ હતાં.

એક સમયે અમરસિંહનો દિલ્હીની રાજનીતિમાં ખુબ દબદબો હતો. ભાવનગરના દરેડના રાજવી પરિવારના તેઓ જમાઇ હોવાથી ગુજરાત સાથે પણ તેમનું કનેકશન હતું. અમરસિંહે વર્ષ ૨૦૧૧માં આવેલી બોમ્બે મિત્તલ નામની મલયાલમ ફિલ્મમાં અભિનય પણ કર્યો હતો. જેમાં તેની સાથે અભિનેત્રી ડિમ્પલ કાપડીયાનો પણ રોલ હતો. એમ સમયે તેઓ અમિતાભ બચ્ચનના પણ સારા મિત્ર હતાં અને મુશ્કેલી વખતે તેમણે બચ્ચન પરિવારને મદદ પણ કરી હતી.

દિવંગત નેતા અમરસિંહના પાર્થિવ દેહને રવિવારે દિલ્હી ખાતે લાવવામાં આવ્યો હતો અને આજે અંતિક સંસ્કાર અપાયા હતાં. દિલ્હી સ્થિત તેમના છતરપુર ઘર ખાતે પાર્થિવ શરીર રખાયું હતું. પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી પ્રમુખ શિવપાલ યાદવે દિલ્હી પહોંચી શ્રધ્ધાંજલિ આપી હતી.

(2:52 pm IST)
  • સાબરકાંઠા જિલ્લામાં આજે વધુ ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા:જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૬૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા access_time 11:03 pm IST

  • જુનાગઢ હાઈવે ઉપર આવેલ ગોંડલ પંથકના વાસાવડ ખાતે આજે સાંજે ધોધમાર વરસાદ પડ્યો : વાતાવરણમાં ઠંડક પ્રસરી. access_time 9:18 pm IST

  • અફઘાનીસ્તાનની જેલમાં સતત આજે પણ આઇએસ ત્રાસવાદીઓના હુમલા ચાલુ રહ્યા છેઃ ૧૧ કેદીના મોત રવીવાર સાંજથી ગનબેટલ ચાલુ છે ૪રને ઇજા access_time 3:57 pm IST