Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

મારી અને પ્રિયંકા વચ્ચે ઝઘડા થતાઃ તે મને મીઠાઇ ખવડાવી જાડો કરવાનો પ્રયત્ન કરતી

રાહુલ ગાંધીએ રક્ષાબંધને ટ્વીટ કરી બહેન પ્રિયંકાને શુભેચ્છા આપીઃ ગત વર્ષે પુનામાં વિદ્યાર્થીઓ સાથે રાહુલે નિખાલસપણે પ્રિયંકા સાથેના બાળપણના સ્મરણો વાગોળેલ

નવી દિલ્હી : દેશભરમાં આજે રક્ષાબંધનનો તહેવાર ધુમધામથી ઉજવાયો હતો. આ પ્રસંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ દ્વારા એક તસ્વીર શેર કરી બહેન પ્રિયંકાને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી.

રાહુલ બહેન પ્રિયંકાથી બે વર્ષ મોટા છે. બંન્ને વચ્ચે ખુબ જ આત્મીયતા ભર્યા સંબધો છે. ગત વર્ષે રાહુલ ગાંધીએ પુનામાં વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં બહેન પ્રિયંકા સાથેના સંબધ અંગે જણાવેલ. કાર્યક્રમમાં જ્યારે રાહુલને પુછવામાં આવેલ કે, શું તમારો પ્રિયંકા સાથે ઝઘડો થાય છે? ત્યારે રાહુલે જણાવેલ કે, હા અમારી વચ્ચે ખુબ જ ઝઘડા બાળપણમાં થતા, તે મને મીઠાઇ ખવડાવી જાડો કરવાની કોશીશ કરતી. અમે નાનપણથી જ હિંસા જોઇ છે. એટલે ઝઘડો પુરો કરવા કયારેક તે માફી માગતી તો કયારેક હું નમી જતો.

(2:49 pm IST)