Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

રામ મંદિર શિલાન્યાસ: ગૃહ પ્રધાન કોરોના સંક્રમિત થતા ઉમા ભારતીએ લીધો આ નિર્ણય, નહિ લે કાર્યક્રમમાં ભાગ

ભૂમિપૂજનમાં આવશે પણ કાર્યક્રમ સ્થળ પર હાજર નહિ રહે

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ ઓગસ્ટએ ભુમીપુજન થવાનું છે. જેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. પ્રધાનમંત્રી મોદી આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. ત્યારે ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને ભાજપના કેટલાક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેના લીધે ઉમા ભારતીની ચિંતામાં વધારો થયો છે.

  ઉમાભારતીએ કહ્યું કે તે ભુમીપુજનના કાર્યક્રમમાં તો આવશે પરંતુ કાર્યક્રમ સ્થળ પર હાજર નહીં રહે. પણ સરયૂ નદીના કિનારે હાજર રહેશે. ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ એ ટ્વીટ કરી જણાવ્યું કે જ્યારથી અમિત શાહ તેમજ ભાજપના કેટલાક નેતાને કોરોના પોઝિટિવ થયાનું સાંભળ્યું છે ત્યારથી ભૂમિપૂજનમાં હાજર રહેનાર પીએમ મોદીને લઈને ચિંતિત છું. જેના લીધે મેં અધિકારીઓને સૂચના આપી દીધી છે કે હું ભુમિપૂજનના કાર્યક્રમ દરમિયાન અયોધ્યામાં સરયૂ નદીના કિનારે રહીશ.

(1:14 pm IST)